ભારતના જળ મંત્રાલય દ્વારા આગામી 2 જીથી 4થી માર્ચ દરમ્યાન યોજાઇ રહેલી મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021 પહેલાં પશ્ચિમ કિનારાના મહાબંદર એવા કંડલાના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટે રોકાણકારોને આકર્ષીને 75 હજારનું રોકાણ ખેંચી લાવવા તૈયારી દર્શાવી છે ડીપીટી ભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં એમ.ઓ.યુ. કરાયા હતા. આ ક્ષણોને ઐતિહાસિક ગણાવતાં ડીપીટી અધ્યક્ષ સંજય કે. મેહતાએ જણાવ્યું હતું કે, કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રે હમેશા અગ્રેસર રહેતા દીનદયાળ મહાબંદરના વિકાસની યશ ગાથા માં આ એક અવસર ઐતિહાસિક બની રહેશે ગાંધીધામ સંકુલની સાથે સાથે સમગ્ર કચ્છમાં વિકાસની તકો વધુને વધુ હરણફાળ ભરશે માર્ચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેરિટાઇમ સમિટનું ઉદ્ઘાટન થવાનું છે ત્યારે આ સમિટમાં વિશ્વના 20 દેશો સહભાગી થવાના છે. એની સાથે સાથે ભારતના 10 સહભાગી રાજ્યો પણ જોડાશે, વિશ્વ આખાની નજર આ સમિટ ઉપર રહેશે ત્યારે ભારતના દરિયાઇ ક્ષેત્રના વિકાસની યોજના શું છે તે સૌ કોઇ જાણી શકશે. દરિયાઇ ક્ષેત્રે રોકાણકારોને આકર્ષવા આ સમિટ સાથે ઓનલાઇન માધ્યમથી જોડાવા ડીપીટી અધ્યક્ષે દેશના ઉદ્યોગપતિઓ, રોકાણકારોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રોકાણકારોને આકર્ષવા તૈયાર કરાયેલા બ્રોશરનું અનાવરણ પણ કરાયું હતું. વધુમાહિતી માટે
http://maritimesummit.in/ તથા રજીસ્ટ્રેશન માટે https://registrations.ficci.com/vmains/buisness-registrationb.asp પર ક્લિક કરવા જણાવાયું હતું