Home Crime ભુજ પોસ્ટ ઉચાપતનો મુખ્ય સુત્રધાર સચિન ઠક્કર વધુ 3 દિવસના રીમાન્ડ પર;...

ભુજ પોસ્ટ ઉચાપતનો મુખ્ય સુત્રધાર સચિન ઠક્કર વધુ 3 દિવસના રીમાન્ડ પર; કૌભાડનો આંક 1.70 કરોડ પહોચ્યો

1462
SHARE
કચ્છ જ નહી પરંતુ ગુજરાતના પોસ્ટ વિભાગમાં જે ઉચાપતથી હડકંપ મચ્યો હતો તેવા ભુજ રાવલવાડી પોસ્ટ ઉચાપત મામલે અત્યાર સુધીની તપાસ પછી સ્પષ્ટ થયુ છે. કે સમગ્ર ઉચાપતમાં મુખ્ય ભુમીકા રાવલવાડી પોસ્ટ ઓફીસના મહિલા એજન્ટ પ્રજ્ઞાબેન ઠક્કરના પતિ સચિન ઠક્કરની રહી છે. અગાઉ પોસ્ટ વિભાગે નોંધાવેલી ફરીયાદ 34 લાખની ઉચાપતની ફરીયાદ મામલે ભુજ એ ડીવીઝન પોલિસે તેની ધરપકડ કરી પાંચ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. જે પુર્ણ થયા બાદ આજે ફરી કેટલાક મુદ્દાઓની તપાસ માટે તેના વધુ રીમાન્ડની માંગણી કરાઇ હતી. જે તપાસ માટે કોર્ટે તેના વધુ 3 દિવસના 6 તારીખ સુધી રીમાન્ડ મંજુર કર્યા છે અગાઉ મળેલ 5 દિવસના રીમાન્ડ દરમ્યાન પોલિસે વિવિધ મુદ્દે તેની તપાસની સાથે તેની ઓફીસ ઘરની જડતી કરી કેસમા મહત્વના પુરાવા એકઠા કરી કૌભાડની ઉંડાણ પુર્વક તપાસ કરી હતી.
કૌભાડનો આંક કરોડોમા પહોચ્યો!
આમતો લાંબા સમયથી ચર્ચામા રહેલા આ કિસ્સામાં પોસ્ટ વિભાગે સ્પષ્ટ રીતે આ કૌભાડ કરોડો રૂપીયાનુ હોવાનુ પ્રાથમીક તપાસ બાદ જ જણાવ્યુ હતુ. પરંતુ મજબુત પુરાવા સાથે સચિન ઠક્કર તેની પત્ની અને બે પોસ્ટ કર્મચારી સામે 4 એકાઉન્ટમાં 34 લાખની ઉચાપત બોગસ દસ્તાવેજો અને પોસ્ટની સીસ્ટમનો ખોટો ઉપયોગ કરી આચર્યુ હોવાની ફરીયાદ નોંધાવી હતી. જે ભુજ એ ડીવીઝનની તપાસ દરમ્યાન પોસ્ટ વિભાગે વધુ 18 એકાઉન્ટમાં ગોલમાલના પુરાવા પોલિસને આપ્યા છે. જેનો આંક 1.40 કરોડ થવા જાય છે આમ અત્યાર સુધીની તપાસ દરમ્યાન કુલ ઉચાપતની રકમનો આંક 1.73 કરોડ થવા જાય છે. જે પોસ્ટ વિભાગની માહિતી મુજબ હજુ પણ ઉંચો જાય તેમ છે. 3 દિવસના વધુ રીમાન્ડ દરમ્યાન પોલિસ તેની ઉંડાણ પુર્વકની તપાસ સાથે તેના આર્થીક લેવડ-દેવડની તપાસ કરશે
સમગ્ર ગુજરાતમાં ચકચાર સર્જનાર ઉચાપત કેસમાં શરૂઆતથીજ સચિન ઠક્કર મુખ્ય ભુમીકામાં હતો. જો કે પૈસા રીકવરીના રાહ જોયા બાદ અંતે પોસ્ટ વિભાગે તેની સામે ફરીયાદ કર્યા બાદ હવે પોલિસ રીમાન્ડ દરમ્યાન કેસમા નવી-નવી બાબતો સામે આવી રહી છે. અત્યાર સુધીની તપાસમાં કૌભાડનો આંક 1.72 કરોડ થયો છે. જે તપાસ દરમ્યાન વધશે જો કે પોલિસ મજબુત પુરાવા એકત્ર કરવા સાથે સચિન ઠક્કરની ઉંડી તપાસ કરી રહી છે. અને 3 દિવસના રીમાન્ડ દરમ્યાન વધુ ચોંકવનારી વિગતો સામે આવે તેમ છે