રાજસ્થાનથી કચ્છ પહોચી આવેલા એક કિશોરનુ ભચાઉ પોલિસે પરિવાર સાથે મિલન કરાવ્યુ છે. 2 તારીખે રાત્રે પોલિસ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા ત્યારેજ એક કિશોર એકલો મળી આવ્યો હતો ડરી ગયેલો કિશોર કાઇ બોલવા તૈયાર ન હતો પરંતુ પોલિસે હુંફ આપી તેની પુછપરછ કરતા તે રાજસ્થાનનો હોવાનુ જણાવી જયપુરથી મોઢા પર કપડુ બાંધી તેને અહી લાવવામાં આવ્યો હોવાનુ જણાવ્યુ હતુ જેથી પોલિસે જયપુર પ્રતાપગઢ પોલિસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને ત્યા અપહરણનો ગુન્હો નોંધાયો હતો. જેથી ભચાઉ પોલિસે પ્રતાપગઢ પોલિસ મારફતે પરિવારનો સંપર્ક કર્યો હતો અને પરિવારજનો તેને લેવા માટે ભચાઉ પહોચ્યા હતા. કેશવ રાજબિહારી વૈદટીકારામ શર્મા ઉ.16 પ્રતાપનગર જયપુર માં રહે છે. અને પરિવારનો એક ને એક પુત્ર છે. કિશોર ગુમ થયા બાદ પરિવાર ચિંતીત હતો પરંતુ ભચાઉ પોલિસની મદદથી કિશોરનુ પરિવાર સાથે મિલન શક્ય બન્યુ હતુ. આ અંગે ભચાઉ પોલિસ મથકના પી.આઇ એસ.એન.કરંગીયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ હતુ કે કિશોરનુ અપહરણ કઇ રીતે અને શા માટે થયુ તે અંગે કોઇ વિગતો મેળવી શકાઇ નથી. પરંતુ પ્રતાપગઢ પોલિસ મથકે અપહરણનો ગુન્હો નોંધાયો હોવાનુ પ્રાથમીક રીતે સામે આવ્યુ હતુ. અને પરિવારે એકના એક દિકરો મળતા ખુશી વ્યક્ત કરી હતી