Home Crime રાવલવાડી પોસ્ટ કૌભાડ મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠક્કર અને કર્મચારી હાજર થયા બન્નેની...

રાવલવાડી પોસ્ટ કૌભાડ મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠક્કર અને કર્મચારી હાજર થયા બન્નેની ધરપકડ

2094
SHARE
ભુજની રાવલવાડી પોસ્ટ ઓફીસમાં થયેલી ઉચાપતના કેસમાં મુખ્ય ભેજબાજ એવા સચિન ઠક્કરની ધરપકડ બાદ ગઇકાલે પોલિસ સ્ટેશનમાંથી ભાગી જવાના સર્જાયેલા ધટનાક્રમ પછી આજે આ કૌભાડમાં અન્ય જે લોકોની સંડોવણી હતી તેવા બે વ્યક્તિઓ પોલિસ મથકે હાજર થતા ભુજ એ ડીવીઝન પોલિસે તેની ધરપકડ કરી છે. ગઇકાલે સચિન ઠક્કરના રીમાન્ડ પુર્ણ થવાના હતા જો કે તેની સામે વધુ એક ગુન્હો નોંધાયા બાદ તેને હવે જેલ હવાલે કરાયો છે. અને તે વચ્ચે રાવલવાડી પોસ્ટ ઓફીસના મહિલા એજન્ટ અને સચિન ઠક્કરના પત્ની પ્રજ્ઞાબેન ઠક્કર આજે પોલિસ મથકે હાજર થતા તેની ધરપકડ કરાઇ છે. તો બીજી તરફ કૌભાડમાં સામેલ પોસ્ટ કર્મચારી બીપીનચંદ્ર રૂપજી રાઠોડ પોસ્ટમાસ્ટરની પણ આ કેસમાં ધરપકડ કરવામા આવી છે. આજે તેમને ડીઝીટલ માધ્યમથી કોર્ટ સમક્ષ 7 દિવસના રીમાન્ડની માંગ રજુ કરાતા કોર્ટે 11 તારીખ સુધીના રીમાન્ડ પ્રજ્ઞા ઠક્કર અને બિપીન રાઠોડના મંજુર કર્યા હતા. તેમની આ કેસમા ભુમીકા સાથે મહત્વના મુદ્દાઓને ધ્યાને રાખી પલિસ તપાસ કરાશે.