Home Social નખત્રાણાના કોટડા(જ) માં ખેડુતો વિફર્યા; વિજલાઇન મુદ્દે ચક્કાજામ કરી વિરોધ; પોલિસ સ્ટેન્ડ...

નખત્રાણાના કોટડા(જ) માં ખેડુતો વિફર્યા; વિજલાઇન મુદ્દે ચક્કાજામ કરી વિરોધ; પોલિસ સ્ટેન્ડ ટુ!

1565
SHARE
પચ્છિમ કચ્છના અનેક વિસ્તારોમાં ખાનગી કંપની અને સરકાર દ્રારા નખાતી વિજલાઇનોનો અનેક વિસ્તારમાં ખેડુતો અને સ્થાનીક લોકો વિરોધ કરી રહ્યા છે. અગાઉ પાલનપુર વિસ્તારમાં આવી કંપની સામે ખેડુતોએ વડતર મુદ્દે પ્રાન્ત કચેરી સામે 3 દિવસ આંદોલન કરી ન્યાય મેળવ્યો હતો ત્યારે નખત્રાણાના કોટડા-જડોદર વિસ્તારના ખેડુતો હવે પ્રાવરગ્રીડ તથા અન્ય કંપની દ્રારા થઇ રહેલા સર્વે-તથા વિજલાઇન નાંખવાનો વિરોધ કરવા મેદાને ઉતર્યા છે. અગાઉ ખેડુતોએ આ મામલે વિરોધ સાથે તંત્ર સમક્ષ રજુઆત કરી હતી જો કે વિરોધની શક્યતાના પગલે આજે કામગીરી માટે પુરતા પોલિસ બંદોબસ્ત સાથે કામ શરૂ થવાનુ હતુ પરંતુ ખેડુતોએ આજે ચક્કાજામ કરી કંપનીની કામગીરી અટકાવી હતી. જો કે એક સમયે વિરોધ મામલે પોલિસ અને ખેડુતો આમને સામને થઇ ગયા હતા. જો કે કોટડો-જડોદર નજીક મુખ્ય હાઇવે પર ચક્કાજામ કરી ખેડુતો હજુ પણ અડીખમ વિરોધ કરી રહ્યા છે. ખેડુતોએ પોતાના પરિવાર અને ગ્રામજનો સાથે રામધુન બોલાવી વિરોધ કર્યો હતો અને નખત્રાણા લખપતનો હાઇવે બંધ કર્યો હતો. જો કે પોલિસે મામલો થાડે પાડ્યો છે. પરંતુ ખેડુતો પોતાની માંગણી પણ અડગ છે. બનાવના પગલે નખત્રાણા વિભાગ સિવાય ભુજથી પણ પોલિસનો મોટો કાફલો નખત્રાણા મોકલાયો છે. અને વધુ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલિસને સ્ટેન્ડ બાય રખાઇ છે. પોલિસ બંદોબસ્ત વધ્યા બાદ જાહેર માર્ગ પર વિરોધ પર ઉતરેલા ખેડુતો પર બળપ્રયોગ પણ થઇ શકે છે. જો કે હાલ પોલિસ તથા તંત્ર શાંતિપુર્ણ રીતે ખેડુતોને સમજાવવાના પ્રયત્નો કરી રહી છે પરંતુ ખેડુતો પોતાની માંગ પર અડગ છે. અને ચક્કાજામ કરી રામધુન બોલાવી વિરોધ કરી રહ્યા છે. જે કેટલાક લોકોની અટકાયત પછી પણ યથાવત છે.