Home Crime પુર્વ કચ્છના ASI સામે આવક કરતા વધુ સંપતિનો ACB માં કેસ; અધધધ..1...

પુર્વ કચ્છના ASI સામે આવક કરતા વધુ સંપતિનો ACB માં કેસ; અધધધ..1 કરોડથી વધુ સંપતિના માલિક

4590
SHARE
ભુજના સંસ્કારનગરમાં રહેતા અને રાપર ખાતે ASI તરીકે ફરજ બજાવતા પોલિસ કર્મચારી સામે આવક કરતા વધુ સંપતિ મામલે ACB માં ફરીયાદ નોંધાઇ છે. એ.પી.ચૌધરી, રીડર પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. ફિલ્ડ-૩ ઇન્ટે. વિંગ ગુ.રા. અમદાવાદ એ આ મામલે ફરીયાદ બન્યા છે. પરિક્ષિતસિહ પ્રભાતસિહ જાડેજા, અનાર્મ્ડ એ.એસ.આઈ, વર્ગ-૩, રાપર પોલીસ સ્ટેશન, પોલીસ અધિક્ષકશ્રી, કચ્છ (પૂર્વ) ગાંધીધામ, રહે.મકાન નં.૧૨-બી, સંસ્કારનગર, લીંમડાવાળી શેરી, ભૂજ,કચ્છ, મુ.રહે.ગામ-અકરી, તા.અબડાસા જી.કચ્છ સામે થયેલી ફરીયાદ સંદર્ભે તપાસ કરતા તા.૦૧/૦૪/૨૦૦૮ થી તા.૩૧/૦૩/૨૦૨૦ સુધી તેમની સંપતિમાં ૭૩.૬૪% વધુ સંપતિનો હિસાબ મળી આવ્યો છે. પરિક્ષીતસિંહ સામે ફરજ દરમ્યાન ભ્રષ્ટાચાર કરી અને અપ્રમાણસર મિલ્કત વસાવ્યાના આક્ષેપની અરજી સબંધે A.C.B. દ્વારા અરજી તપાસ સબંધે જરૂરી રેકર્ડ, દસ્તાવેજો, કાયદેસરની મેળવેલ આવક અને કરેલ રોકાણ તથા ખર્ચની હકિકતો તપાસતા, ઉપરોકત સમયગાળાની ફરજ દરમ્યાન આક્ષેપિતે પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં રૂ.૧,૨૨,૯૮,૩૩૭/- એટલે કે ૭૩.૬૪ % જેટલી રકમનું વધુ રોકાણ/ખર્ચ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલીત થયુ હતુ., આરોપીએ ચેકપીરીયડના સમયગાળામાં કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરૂપયોગ કરી, ઇરાદા પુર્વક ગેરકાયદેસર રીતે ધનવાન થવા વિવિધ ગે.કા.ની રીત રસમો અપનાવી નાણાં મેળવી, નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રીતોના નામે જંગમ મિલ્કતમાં રોકાણ/ખર્ચ કરી, ભ્રષ્ટાચાર કર્યાનુ ફલીત થતા અધિનિયમ ૧૯૮૮ (સધારો-૨૦૧૮) ની કલમ ૧૩(૧)(બી) તથા ૧૩(ર) મુજબનો ગન્હો નોંધવામા આવ્યો છે. પી.કે.પટેલ, ઇ.ચા.પોલીસ ઈન્સપેકટર,કચ્છ(પૂર્વ) એ.સી.બી. પો.સ્ટે.,ગાંધીધામ પરિક્ષીતસિંહ સામે ગુન્હો નોંધ્યો છે. અને તેની તપાસ એમ.જે. ચૌધરી,પોલીસ ઈન્સપેકટર,કચ્છ(પશ્વિમ) એ.સી.બી. પો.સ્ટે., ભુજ એ કરી હતી.