Home Social કોટડા(જ) માં કલાકો સુધી ખેડુતો-તંત્ર વચ્ચે ધર્ષણ ચાલ્યુ પણ કોઇ રાજકીય પ્રતિનીધી...

કોટડા(જ) માં કલાકો સુધી ખેડુતો-તંત્ર વચ્ચે ધર્ષણ ચાલ્યુ પણ કોઇ રાજકીય પ્રતિનીધી ન પહોચ્યા?; જુવો વિડીયો

890
SHARE
કૃષીબીલના વિરોધમાં ચાલી રહેલ ખેડુત આંદોલનનો હજી અંત આવ્યો નથી. કચ્છમાં ખેડુતો સરકાર સામે લડી લેવાના મુડ છે. ખેડુતોની ચિંતા કરી નર્મદામાં કચ્છને થયેલા અન્યાય સંદર્ભે ધારાસભ્યો ગાંધીનગર પહોંચી જાય છે. કોઇ ખુલ્લો પત્ર લખે છે. પરંતુ આજે નખત્રાણાના કોટડો(જ) ખાતે કેન્દ્ર સરકાર દ્રારા વિજ ઉત્પાદન માટે નખાતી વિજલાઇનના સર્વે માટે પહોચેલી ટીમ-તંત્ર અને ખેડુતો કલાકો સુધી સંધર્ષ કરતા રહ્યા પરંતુ કોઇ રાજકીય પ્રતિનીધી મામલાને શાંત પાડવા ખેડુતોને સમજાવવા માટે પહોચ્યુ નહી નખત્રાણાના એક મહિલા આગેવાન ત્યા પહોચ્યા હતા. પરંતુ તેમને પણ ખેડુતોએ યોગ્ય જવાબ ન આપી ધારાસભ્ય ને બોલાવવા માંગ કરી હતી એક સમય હતો જ્યારે નાનકડા પ્રશ્ર્નને લઇને પણ અબડાસા વિધાનસભામાં કોઇ રજુઆત કે વિરોધ નોંધાવતો તો ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજા ત્યા પહોચી જતા અને પ્રશ્ર્નના નિરાકરણ માટે પણ પ્રયત્નો કરતા પરંતુ હવે જાણે પક્ષ બદલાઇ ગયો હોય તેમ દ્રષ્ટ્રીકોણ પણ બદલાયો હોય તેમ ધારાસભ્ય સહિત કોઇ રાજકીય આગેવાન વિરોધની આગને શાંત કરવા પહોચ્યુ
પ્રજા જાયે તો જાયે કહા
કચ્છનુ બારડોલી નખત્રાણા હોય કે છેવાડાનુ લખપત અબડાસા ત્યાની કમનશીબી રહી છે. કે કોઇ મજબુત નેતાગીરીના અભાવે ખેડુત હોય કે અન્ય લાભાર્થી પાણી હોય કે વિકાસ લાંબા સંધર્ષ પછી તેમને મળ્યુ છે. નર્મદા વગર માંડ ખેડુતોએ ખેતીને એક નવી દિશા આપી છે. ખેતી-પશુપાલન માટે પાણી સંગ્રહની નવી કેરી કંડારી છે. પરંતુ ઉર્જાના નામે લોકો-પક્ષીઓ અને પર્યાવરણ જાણે મુર્છીત થઇ ગયુ હોય તેવા અનેક બનાવો બન્યા છે. જો કે પાછલા કિસ્સાઓ કરતા આજે જે બનાવ બન્યો તેની ચર્ચા કરીએ તો આગોતરા આયોજન સાથે ખેડુતો વિરોધ માટે સજ્જ હતા પોલિસનો પણ ચુંસ્ત બંદોબસ્ત હતો ખેડુતોના વિરોધ સામે પોલિસે કાયદેસર કાર્યવાહી શરૂ તો કરી પરંતુ અટકાયત બાદ મહિલાઓ મેદાને આવી અને રામધુન સાથે મહિલાદિને અડગતા દેખાડી જેને પગલે કલાકો સુધી રસ્તો જામ રહ્યો અને મોટો ટ્રાફીકજામ પણ સર્જાયો જો કે આટલા ધટનાક્રમ વચ્ચે તંત્ર અને ખેડુતો વચ્ચે શાબ્દીક ધર્ષણ થતુ રહ્યુ પરંતુ કોઇ ચુંટાયેલા પ્રતિનીધી દરમ્યાનગીરી કરી મામલો શાંત કરવા પહોચ્યા નહી કે ન પ્રશ્ર્નોના યોગ્ય ઉકેલનો પ્રયાસ કર્યો ખેડુતોના ગણગણાટ પણ હતો કે તંત્ર સામે હવે તેમની વાત કોણ સાંભળશે જેમને ચુંટયા તે તો દેખાયા નહી
ખેડુતોનો મુદ્દો સાચો છે કે ખોટો,તેમને વડતર યોગ્ય મળે છે. નહી તે ખબર નથી. પરંતુ જ્યારે કોઇ મુદ્દાને લઇ ધમાસાન ચાલતુ હોય ત્યારે લોકોની સાથે રહેવાની અથવા સધિયારો આપી મામલો થાડે પાડવાનુ કામ ચોક્કસ જનપ્રતિનીધીનુ છે. અને અહી તો ખેડુતોનો મોટો જન સમુદાય પરિવાર સાથે વિરોધના મેદાને ઉતર્યો હતો ત્યારે મામલાને શાંત કરવા કોઇ પ્રતિનીધી ડોકાણુ નહી જેની ચર્ચા સમગ્ર વિરોધ્ધ પ્રદર્શન દરમ્યાન ખેડુતોના મુખે હતી જુવો પરિસ્થિતીના જીવંત દ્રક્ષ્યો..