આમતો સોસીયલ મિડીયામાં ગઇકાલથી ભુજના નકલી નોટ પધરાવવા માટે એક દંપતિ ફરતુ હોવાની વાતો વહેતી થઇ હતી જેમાં ભુજ-એ ડીવીઝન પોલિસે વિધીવત રીતે ગુન્હો નોંધી બન્ને (બંટી-બબલીની) ધરપકડ કરી છે.મધ્યપ્રદેશના રતલામ ગામના રહેવાસી દંપતી ગઇકાલે વાણીયાવાડ સહિતના વિસ્તારોમાં ખરીદી માટે નિકળ્યા હતા. જો કે વેપારીઓને શંકા જતા વેપારીઓએ આ અંગે પોલિસને જાણ કરી હતી, દરમ્યાન એ ડીવીઝન ડી-સ્ટાફના કિશોરસિહ જાડેજાને બાતમી મળી હતી જેથી તેમની એક ટીમ અને બી-ડીવીઝન પોલિસના પંકજ કુસવાહે તાત્કાલીક આ અંગે તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા હતા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં દેખાયેલી શંકાસ્પદ કારની તપાસ કરતા તેમાંથી મધ્યપ્રદેશનુ આ દંપતિ મળી આવ્યુ હતુ. અને જેની પુછપરછ કરતા પોતે રાહુલ કૃષ્ણગોપાલ કસેરા ઉ.36 તથા તેની સાથેની મહિલા તેની પત્ની મેધા રાહુલ કસેરા ઉં34 હોવાનુ જણાવ્યુ હતુ બન્ને કંસારા બજાર માહેશ્ર્વરી ધર્મશાળા રતલામ મધ્યપ્રદેશના હોવાનુ જણાવ્યુ હતુ. પોલિસે તેની કારની તપાસ કરતા તેમાંથી 2000ના દરની 574 નોટ તથા 500 ના દરની 125 નોટ મળી કુલ 12.10.500 રૂપીયાની નકનો નોટ મળી આવી હતી. જેથી પોલિસે કાર સહિત તમામ મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી શરૂ કરી છે.
પ્રથમવાર આવ્યાનુ રટણ મધ્યપ્રદેશ સુધી તપાસ થશે
બંટી-બબલીની જોડી એ વાણીયાવાડ સહિતના વિસ્તારોમાં ખરીદી પણ કરી હતી. જેથી પોલિસે એ ખરીદી કરેલી વસ્તુઓ પણ કબ્જે કરી છે. પોલિસની પ્રાથમીક તપાસમાં આ દંપતિએ પ્રથમવાર ભુજ આવ્યાનુ જણાવ્યુ હતુ. જો કે તેઓએ નોટ ક્યાથી મેળવી તેની સાથે અન્ય કોઇ છે કે નહી તે હજુ તપાસમા સામે આવ્યુ નથી. પરંતુ મધ્યપ્રદેશથી કચ્છ શા માટે તે સવાલનો જવાબ શોધવા માટે પોલિસ તેના રીમાન્ડ મેળવશે અને સંભવત પ્રાથમીક તપાસ પછી એક ટીમ મધ્યપ્રદેશ તપાસ માટે જાય તેવી પણ શક્યતા છે. જો કે હાલ પોલિસે બન્નેની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે. પોલિસે તેની પાસેથી ખરીદી કરેલી 3000થી વધુની વસ્તુઓને કબ્જે કરી છે. પરંતુ જે રીતે તેની પાસેથી મોટી રકમ મળી આવી છે તે જોતા તેના અન્ય સાગરીતો અથવા મોટુ કારસ્તાન ખુલ્લે તેવુ પ્રાથમીક રીતે લાગી રહ્યુ છે. પરંતુ ભુજમાં મોટી માત્રામા નકલી નોટ ફરતી થાય તે પહેલા પોલિસ જાગૃત નાગરીકોની માહિતીના આધારે તેને દબોચી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.
કચ્છમાં અગાઉ એક નકલી નોટના નેટવર્કમાં આ રીતે દંપતી ઝડપાઇ ચુક્યુ છે. અને બોર્ડર વિસ્તાર હોવા છંતા કચ્છમાં નકલી નોટનુ નેટવર્ક અવાર-નવાર ઝડપાય છે. તેવામાં પોલિસની અને લોકોની સતર્કતા સરાહનીય છે.