આજે એક તરફ જ્યા કચ્છમાં વિવિધ 5 પાલિકામાં હોદ્દેદારોની નિમણુંક માટે નવા કપડામા સજ્જ થઇ ભાજપના નેતાઓ ખુશી મનાવી રહ્યા હતા. ક્યાક ઢોલ ક્યાક ફટાકડા અને મીઠાઇઓ વહેંચી આ નિમણુંકની ઉજવણી ચાલી રહી ત્યા બીજી તરફ જગતનો તાત ખેડુત પોતાની વ્યથા માટે રસ્તા પર ઉતર્યો હતો. આમતો ખેડુતોએ આવેદન આપ્યુ એ કોઇ નવી વાત નથી પરંતુ આજની ખેડુતોની વ્યથા અને ભાજપના હોદ્દેદારોની નિમણુંકો વચ્ચે એક નાનકડુ કનેકશન છે. કેમકે એક તરફ જ્યા કચ્છના તમામ ખેડુતો આમ નાગરીકોને સ્પર્ષતા પ્રશ્ર્ન માટે રસ્તા પર હતા ત્યા બાજુમાંજ આવેલા એ.સી ટાઉનહોલમાં ભાજપના હોદ્દેદારોની ઉજવણીનો દોર ચાલી રહ્યો હતો. જો કે ઉજવણીના ઢબુકતા ઢોલ વચ્ચે પણ ખેડુતોની વ્યથા સ્પષ્ટ સંભળાતી હતી આજનો ખેડુતોનો વિરોધ બે રીતે મહત્વપુર્ણ હતો કેમકે એક તરફ કચ્છના કિસાન સંગઠનમા જે બે ભાગોમા વહેંચાઇ ગયુ હતુ તે નર્મદા મુદ્દે એક થયુ હતુ અને પ્રદેશ કિસાન ભાજપના આગેવાનો પણ આજની રજુઆતમા જોડાયા હતા. તો બીજી તરફ ખેડુતોએ ચિમકી ઉચ્ચારી છે. કે હવે આ છેલ્લુ આવેદન છે. હવે નર્મદા મુદ્દે ખેડુતો લડત શરૂ કરશે
શુ છે. ખેડુતના પ્રશ્ર્ન અને આગળની રણનિતી
ખેડુતોએ આજે અલ્ટીમેટમ સાથેનુ આવેદનપત્ર કલેકટરને આપ્યુ હતુ જેમાં નર્મદાના વધારાના એક મિલીયન ફીટ પાણી મુદ્દે કચ્છને અપાયેલા વચનોને વર્ષો વીતી ગયા પરંતુ હજુ પણ કામ આગળ વધ્યુ નથી તો અગાઉ બજેટમાં કરોડોની ફાળવણી બાદ ચાલુ બજેટમાં માત્ર કચ્છને 100 કરોડ રૂપીયા ફાળવી સરકારે મશ્કરી કરી હોય તેવુ લાગી રહ્યુ છે. તો મુળ યોજનામાં ફેરફાર કરીને પણ સરકારે શંકા પ્રેરક નિર્ણય કર્યો છે. નર્મદા મુદ્દે અત્યાર સુધી ખેડુતો,કચ્છના ચુંટાયેલા પ્રતિનીધીઓએ પણ અનેક રજુઆતો કરી છે. પરંતુ તે અસરકારક રહી નથી. તો કચ્છ આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને અનેક નેતાઓએ નર્મદા મુદ્દે અસરકારક કામની વાતો કરી છે. પરંતુ તેની કોઇ અસર દેખાઇ નથી. ચુંટણીમાં ખોબેખોબા મત આપ્યા પછી પરિણામો જાહેર થયા બાદ સરકારે બજેટમાં કચ્છને અન્યાય કરી વિશ્ર્વાસધાત કર્યો છે. અને આ તમામ બાબતો પરથી સરકાર ખેડુતો પડખે ન હોય તેવુ લાગી રહ્યુ છે. 31 તારીખ સુધી સરકારને અલ્ટીમેટમ આપી ખેડુતોએ સ્પષ્ટ જણાવ્યુ છે. કે હવે જો યોગ્ય મંજુરીઓ નહી અપાય પુરતુ બજેટ નહી ફાળવાય તો 31 તારીખ બાદ ખેડુતો ચક્કાજામ,ધારાસભ્યનો ધેરાવ અને જરૂર પડે ગાંધીનગર સુધી કુંચ કરી લડત કરશે જેની જવાબદારી તંત્ર-સરકારની રહેશે.
પાણી તરસ્યા કચ્છમાં જે નર્મદાના પાણી મળી રહ્યા છે. તેનાથી ચોક્કસ લોકોને ફાયદો થયો છે. પરંતુ જે વધારાના પાણી અને બેજટની માંગ ખેડુતો વર્ષોથી કરી રહ્યા છે. તે કચ્છનો હક્ક પણ છે. અને તેનાથી કચ્છની કાયાપલટ થઇ શકે તેમ છે. પરંતુ ચુંટાયેલા પ્રતિનીધીની બેઅસરકારક રજુઆતો અનેકવારની ખેડુતોની રજુઆતો પછી પણ કચ્છને નર્મદા મુદ્દે કોઇ યોગ્ય ખાતરી મળી નથી ત્યારે હવે ખેડુતોએ એક થઇ નર્મદા મુદ્દે અલ્ટીમેટમ આપી લડતના મંડાણ કરવાનુ મન બનાવતા તેમની વ્યથા ગાંધીનગર સુધી પહોચી છે.