નારાણપરની એક યુવતીને ભગાડી જવાના ચકચારી કિસ્સામા પાછલા થોડા દિવસોથી વિવિધ સંગઠનો અને પરિવારજનો કલેકટરથી લઇ પોલિસના ઉચ્ચ અધિકારીઓ સુધી વિવિધ રજુઆતો કરતા કચ્છમાં આ કિસ્સો ભારે ચર્ચામા છે. હજુ ભાગી જનાર મુસ્લિમ યુવક અને તેની સાથે ભાગી જનારી યુવતીનો કોઇ પત્તો લાગ્યો નથી માનકુવા પોલિસ આ મામલામાં ગુન્હો નોધી તપાસ કરી રહી છે તે વચ્ચે આ કિસ્સામા એક નવો વણાંક આવ્યો છે. અને આ મામલામાં ગામના એક આધેડનો જીવ ગયો છે ભાગી જનાર યુવતીના પરિવારજનો તરફથી સતત દબાણને કારણે ભાગી જનાર યુવકના મિત્રના પિતાએ આત્મહત્યા કરી હોવાની ફરીયાદ તેના પુત્રએ માનકુવા પોલિસ મથકે આપતા પોલિસે મરવા માટે મજબુર તથા એટ્રોસીટી એક્ટની વિવિધ કલમો તળે 4 વ્યક્તિઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મારી પુત્રી વિષે સાચી હકીકત નહીં જણાવો તો તમને કાપી નાખશું : ધમકીથી લાગી આવ્યુ
નારાણપર ગામનો સલિમ લતીફ ચાકી એક યુવતીને ભગાડી ગયા બાદ યુવતીના પરિવારજનો, વિવિધ સંગઠનો સતત આ ઘટનાનો વિરોધ કરી યુવતીને ભગાડી જનાર પકડાય તે માટે રજુઆતો કરી હતી, જો કે તે વચ્ચે નારાણપર ગામમાંજ રહેતા સલિમ ચાકીના ભાઇબંધના પિતાએ આપધાત કરી લેતા આ મામલામાં વણાંક આવ્યો છે. યુવતીના પિતા તથા અન્ય શખ્સો પુત્રીની ભાળ મેળવવા નારાણપરના હિરેન માયાભા મહેશ્ર્વરીના ઘરે પહોચ્યા હતા અને જ્યા યુવતી ક્યા છે જણાવી દો નહી તો કાપી નાંખશુ તેવી ધમકી આપી હતી ઘટના સમયે હિરેનના પિતા માયાભા પણ ત્યા હાજર હતા અને આવી વાતથી તેને લાગી આવ્યુ હતુ. 16 તારીખે પુછપરછ માટે આવેલા યુવતીના પિતા તથા અન્ય લોકોએ ધમકી આપ્યા બાદ 18 તારીખે એક લૌકીક કામસર હિરેનના પિતા માયાભા ભદ્રેશ્ર્વર ગયા હતા જ્યા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો આ સદંર્ભે હિરેનની ફરીયાદના આધારે માનકુવા પોલિસ મથકે એટ્રોસીટી એક્ટ તથા મરવા મજબુર કરવા સહિતની કલમો તળે ભાગી જનાર યુવતીના પિતા નરેન્દ્રપુરી ગોસ્વામી,પ્રકાશપુરી ગોસ્વામી,તથા બે અજાણ્યા શખ્સો સામે પોલીસે ફરીયાદ નોંધી ને વધુ તપાસ હાથ ધરી છે.
18 તારીખે બનેલા આ બનાવ બાદ ગઇકાલે ગામમાં કોઇ પરિસ્થિતી વિકટ ન બને તે માટે પોલિસે ચુંસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો બીજી તરફ સામાજીક આગેવાનો અને સંગઠનો યુવતી ભાગી જવા મામલે ભુજ રજુઆત માટે પહોચ્યા હતા પરંતુ ગઇકાલે એક આધેડના ગયેલા જીવ મામલે પોલિસે ફરીયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે સાથે ભાગી જનાર યુવક-યુવતીને ઝડપવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે. જો કે આ ચકચારી કિસ્સામા એક વ્યક્તિના આપઘાતથી સમગ્ર કચ્છમાં અરેરાટી સાથે આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.