દારૂના ગુન્હામા એક વ્યક્તિને પકડયા બાદ ગોસ્વામી યુવાનને માર મારવાના કેસ સહિત એક જમીન પર ટાવર ઉભો કરવાના કિસ્સામાં જેની શંકાસ્પદ ભુમિકા અંગે એસ.પી સુધી રજુઆત પહોંચી હતી. તે માંડવી મરીન પોલિસના વિવાદીત કોન્સ્ટેબલ ફલજી ચૌધરીને અંતે એસ.પી સસ્પેન્ડ કર્યો છે માંડવીમા એક યુવાનને ઢોર મારવાના કેસમાં તેની સામે એસ.પી સુધી ફરીયાદ પહોચી હતી. તો ત્યાર બાદ માંડવી મરીનના હદ્દમાં આવતા એક ટાવરના વિવાદમા તેની સામે ફરીયાદ ઉઠી હતી. જો કે વિવાદના આટલા દિવસો બાદ તેની સામે તપાસ કરી પચ્છિમ કચ્છ જીલ્લા પોલિસવડાએ તેને સસ્પેન્ડ કર્યા છે. ફલજી ચૌધરી સામે ગંભીર આરોપો થયા હતા. ત્યારે એક કથીત ઓડીયો ક્લીપ પણ વાયરલ થઇ હતી. જેમાં તે કોઇ વ્યક્તિ પાસે દારૂની બોટલની વ્યવસ્થા માટે જણાવી રહ્યો હોવાનો ઓડીયોમાં સ્પસ્ટ થતુ હતુ. જેમાં તે ફલજી તરીકે તેની ઓળખ આપવા સાથે જમાદાર ફલજી બોલુ છુ અને મારા એક મહેમાન આવ્યા છે. દારૂની બોટલનુ કાઇ સેટીંગ થાય તો કરો તેવુ જણાવી રહ્યા છે. જો કે ઉપરા-ઉપરી અનેક મામલાઓમા મુન્દ્રા કસ્ટોડીયલ ડેથના બનાવ પછી માંડવી મરીન પોલિસ પણ ચર્ચામા આવતા સમગ્ર કેસની તપાસ DYSP કક્ષાના અધિકારીની સોંપાઇ હતી. જેમાં તપાસના અંતે પોલિસની છબી ખરડાય તે પ્રકારની ભુમીકા ફલજી ચૌધરીની સામે આવતા તેને સસ્પેન્ડ કરાયા છે. તાજેતરમાંજ એક જુના વ્યાજખોરીના એક કિસ્સામા પચ્છિમ કચ્છના એક પોલિસ કર્મચારી સામે આગળી ઉઠતા પચ્છિમ કચ્છ જીલ્લા પોલિસવડાએ તેની સામે કાર્યવાહી કરી હતી અને ત્યારથી ફલજી ચૌધરી સામે કેમ કોઇ કાર્યવાહી નથી થઇ રહી તેવી ચર્ચા માંડવી વિસ્તારમા હતી જો કે અંતે મરીન પોલિસના એ વિવાદી કોન્સ્ટેબલ સામે પણ કાર્યવાહી કરાઇ છે.