Home Crime મુન્દ્રા કસ્ટોડીય ડેથના 3 ફરાર આરોપીનુ CRPC-70 મુજબનુ ફરાર વોરન્ટ મેળવતી પચ્છિમ...

મુન્દ્રા કસ્ટોડીય ડેથના 3 ફરાર આરોપીનુ CRPC-70 મુજબનુ ફરાર વોરન્ટ મેળવતી પચ્છિમ કચ્છ પોલિસ

3438
SHARE
3 મહિના બાદ પણ મુન્દ્રા પોલિસ મથકે પોલિસ દમનથી બે યુવકોના મોતના મામલામાં મુખ્ય 3 પોલિસ કર્મચારીઓ પોલિસની ગીરફ્તમા ન આવતા હવે પચ્છિમ કચ્છ પોલિસે તેના પર ગાડીયો કસવા આજે કોર્ટમાંથી CRPC-70 મુજબનુ ફરાર વોરન્ટ મેળવ્યુ છે. શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહીલ,અશોક લીલાધર કનાદ તથા જયદેવસિંહ અજીતસિંહ ઝાલા આ ગુન્હામા લાંબા સમયથી ફરાર છે. અને પચ્છિમ કચ્છ પોલિસ ઉપરાંત ગુજરાત ATS ની તપાસમા પણ હાથ લાગ્યા નથી ત્યારે તેને ભાગેડુ જાહેર કરવાની દિશામા પચ્છિમ કચ્છ પોલિસે પ્રથમ કોર્ટ કાર્યવાહી માટે મુન્દ્રા ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાંથી CRPC-70 મુજબનુ વોરન્ટ મેળવ્યુ છે. પોલિસે જાહેર જનતાને અપિલ પણ કરી છે. કે ઉપરોક્ત 3 ફરાર પોલિસ કર્મચારી અંગે જાણ થાય તો પચ્છિમ કચ્છ જીલ્લા નાયબ પોલિસ અધિક્ષક જે.એન.પંચાલ મો-9978408244 લોકલ ક્રાઇમ બ્રાન્ચના.એસ.એસ.જે.રાણા મો-9687609369 તથા મુન્દ્રા પોલિસ મથકના પી.આઇ.બી.એમ.જાની મો-9904392027 પર સંપર્ક કરવો