Home Social અંજારના જેસલ તોરલ મંદિરમાં વધુ સુવિદ્યા ઉભી થશે પ્રવાસનને વેગ આપવા રૂ.૨.૭૦...

અંજારના જેસલ તોરલ મંદિરમાં વધુ સુવિદ્યા ઉભી થશે પ્રવાસનને વેગ આપવા રૂ.૨.૭૦ કરોડ વપરાશે

597
SHARE
ગુજરાતના પ્રવાસન ને વેગ મળે તે માટે ગુજરાત સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે. પ્રવર્તમાન સમયમાં કચ્છ જિલ્લાની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયેલ છે. પ્રવાસન ક્ષેત્રે ઉપલબ્ધ કરાવવામાં આવેલ પાયાની સુવિધાઓ, આંતર માળખાકીય સુવિધાઓનો વિકાસ તથા અન્ય પ્રવાસન પ્રવૃતિઓના વધી રહેલ વ્યાપને લીધે રાજ્યના તેમજ દેશ અને વિદેશના પ્રવાસીઓ કચ્છ જિલ્લાના પ્રવાસન સ્થળો તેમજ આકર્ષણોથી માહિતગાર થાય તે માટે અવિરત પ્રયાશો હાથ ધરવામાં આવી રહ્યા છે. અંજાર શહેર ખાતે જેસલ તોરલ મંદિરની ફેઝ-૧ ની કામગીરી પૂર્ણ થયેલ છે. ગુજરાત સરકાર દ્વારા કચ્છ જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ માટે અંજાર તાલુકાના ઐતિહાસિક જેસલતોરલ મંદિર ફેઝ-૨ ના વિકાસ માટે બે કરોડ સીત્તેર લાખ કરતાં વધુ રકમની પ્રવાસન વિભાગે મંજુરી આપી જરૂરી ફંડની ફાળવણી કરવામાં આવેલ છે.જેસલ તોરલ મંદિર ફેઝ-૨ માટેના પ્રોજેકટની કામગીરી માટે કન્સલ્ટન્ટ આર્કિટેકટ તરીકે ચિંતન સચપરા આર્કિટેકટ, ભાવનગરની નિમણૂંક કરવામાં આવેલ છે, આ કામગીરીના અંદાજા બનાવવા માટે સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ છે.અધિક્ષક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન “વર્તુળ નં.ર અમદાવાદ દ્વારા સદર કામોના નકશા અંદાજોને તાંત્રિક મંજુરી અમલીરણ કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન રાજય વિભાગ, ભુજ-કચ્છને આપવામાં આવેલ. સદર કામોના તાંત્રિક અંદાજા પ્રદાન કરવામાં આવેલ છે. જેથી સદર કામો માટે રૂ.૨,૭૦,૧૨,૧૪૭/- ની કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન રાજય વિભાગ,ભુજ-કચ્છને વહીવટી મંજુરી આપવામાં આવી છે. ઐતિહાસિક જેસલ તોરલ મંદિરમાં સદર ગ્રાન્ટથી (૧) પરીસરના બહારના ભાગે દુકાનદારો માટે અંદાજે ૫૩ દુકાનો તેમજ તે માટે ઈલેક્ટ્રિક વર્ક (૨) પરીસરના બહારના ભાગના મેદાનને બાઉન્ડ્રીવોલ (૩) પરીસરની બહારના ભાગના મેદાનમાં પેવરબ્લોક (૪) વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા (૫) પ્રવાસીઓને રહેવા માટે ગેસ્ટ હાઉસ તથા પીવાના પાણીની વ્યવસ્થા (૬) ગેસ્ટ હાઉસ બિલ્ડીંગ માટે ઈલેકિટ્રક વર્ક (૭) પ્રવાસીઓ માટે બેઠક વ્યવસ્થા (૮) જેસલ તોરલ મંદિર ખાતે ઓર્નામેન્ટલ ગેટ (૯) ગેટ માટે ઈલેક્ટ્રિક વર્કની કામગીરી હાથ ધરવામાં આવશે કચ્છ જિલ્લાના ઐતિહાસિક મંદિર જેસલ તોરલ સમાધીનો વિકાસ થવાથી સ્થાનિક લોકોમાં હર્ષ અને આનંદની લાગણી ફેલાઇ છે. જેસલ તોરલ મંદિરના વિકાસથી દેશ-વિદેશના પ્રવાસીઓ અંજાર શહેરના ઐતિહાસિક મંદિરથી માહિતગાર થશે. અંજાર શહેરની સ્થાનિક રોજગારીમાં વધારો થશે અને શહેરનો વિકાસ થશે. રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહીર પ્રવાસન વિભાગનો હવાલો સંભાળતા હોઇ, રાજ્યની સાથે સાથે કચ્છ જિલ્લાનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. જિલ્લાના અગ્રણીઓ અને લોકોએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇચાવડા અને રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહીરનો આભાર માનેલ છે
સૌ-માહિતી વિભાગ