Home Current અબડાસા-લખપતમાં ભાજપના ઓપરેશન વગર 10 તાલુકા જીલ્લા પંચાયતના હોદ્દેદારોની નિમણુંક

અબડાસા-લખપતમાં ભાજપના ઓપરેશન વગર 10 તાલુકા જીલ્લા પંચાયતના હોદ્દેદારોની નિમણુંક

1513
SHARE
બે દિવસ પહેલા કચ્છની પાંચ પાલિકાઓમા હોદ્દેદારોની વરણી કર્યા બાદ આજે 10 તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત માટે આજે હોદ્દેદારોની નિમણુંક થઇ હતી ભાજપે 8 માં સ્પષ્ટ બહુમતી મેળવી હોવાથી ત્યા નિમણુંક કોને અપાશે તે ગઇકાલે નક્કી હતુ તે મુજબ આજે થયુ હતુ પરંતુ અબડાસા-લખપતમાં કાઇક નવાજુની થશે તેવા એંધાણ હતા અને ભાજપ કોઇક ઓપરેશન કરી કોગ્રેસ પાસેથી સત્તા છીનવે તેવુ લાગી રહ્યુ હતુ. પરંતુ અબડાસા લખપતમા જીત બાદ કોગ્રેસે સત્તા જાળવી રાખી છે. હા રાજકીય નિષ્ણાંતોના મતે કેટલો સમય જાળવી શકશે તે અનિશ્ર્ચિત છે. પરંતુ આજે ભાજપે 8 તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં પોતાના હોદ્દેદારો અઢી વર્ષ માટે નિમ્યા હતા ત્યા કોગ્રેસે 2 તાલુકા પંચાયતમાં પોતાના હોદ્દેદારોને નિમણુંક આપી હતી
-કચ્છ જીલ્લા પંચાયત માધાપરના વિજેતા મહિલા સભ્ય પારૂલબેન રમેશભાઇ કારાની પ્રમુખ તરીકે વરણી કરાઇ હતી. તો કારોબારી ચેરમેન તરીકે મહેન્દ્રભાઇ ગઢવીની નિમણુંક કરાઇ હતી જ્યારે શાસકપક્ષના નેતા તરીકે હરી હિરા જાટીયાની વરણી થઇ હતી. ઉપપ્રમુખ વનવિરભાઇ ભોજભાઇ રાજપુત દંડક તરીકે મશરુભાઇ રિણાભાઇ રબારીની વરણ કરાઇ હતી.
-રાપર-રાપર તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે હમીરસિંહ સોઢા, ઉપ પ્રમુખ તરીકે કાનજી ગોહિલની વરણી કરાઇ હતી.કારોબારી ચેરમેન તરીકે દાનાભાઇ વાવીયા જ્યારે દંડક તરીકે મોતીભાઇ ભરવાડની વરણી કરાઇ હતી

-લખપત– લખપત તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી. જેમાં પ્રમુખ તરીકે જેનાબાઈ હસણ પડયાર ઉપ પ્રમુખ તરીકે સમરથદાન ગઢવી જ્યારે કારોબારી ચેરમેન તરીકે દિનેશભાઈ ભગવાન સથવારાની વરણી કરાઇ હતી. કોગ્રેસ પ્રમુખ તરીકે રાજીનામુ ધરી દેનાર જીલ્લા કોગ્રેસના પ્રમુખની હાજરી વિજય સરધસમા જોવા મળી હતી.
-નખત્રાણા-નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ માટે જયસુખભાઈ પટેલની નિમણુંક કરાઇ હતી. પાટાદીર વિરોધને શાંત કરવા વિધાનસભામાં તેઓએ ભુમિકા ભજવી હતી. ઉપપ્રમુખ પદે સંધ્યાબેન રાજેશભાઇ પલણની વરણી કરાઇ હતી. જ્યારે કારોબારી ચેરમેન તરીકે મહેન્દ્રસિંહ સોઢાની નિમણુંક કરાઇ હતી.
-માંડવી-માંડવી તાલુકા પંચાયત પ્રમુખ માટે નિલેશભાઈ મહેશ્વરીની નિમણુંક કરાઇ હતી.ઉપપ્રમુખ પદે અગાઉ જીલ્લા પંચાયતમાં સમાવિષ્ટ રાજેન્દ્રસિંહ જાડેજાની વરણી કરાઇ હતી જ્યારે કારોબારી ચેરમેન તરીકે હરેશભાઈ રંગાણીને નિમણુંક અપાઇ હતી.
-ગાંધીધામ-ગાંધીધામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભરતસિંહ જાડેજા જ્યારે ઉપ પ્રમુખ તરીકે લક્ષ્મીબેન મ્યાત્રા અને કારોબારી ચેરમેન તરીકે નિખિલભાઈ હડિયાની નિમણુંક કરાઇ હતી. ભાજપના મહામંત્રી અનિરૂધ્ધ દવે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

-અંજાર-મંત્રી વાસણ આહિરના મતક્ષેત્ર અંજારમાં પ્રમુખ તરીકે રાજીબેન હુંબલ ઉપ પ્રમુખ તરીકે ડેશીબેન હુંબલ જ્યારે કારોબારી ચેરમેન તરીકે આંબાભાઈ રબારીની નિમણુંક થઇ હતી. આહિર સમાજના સામાજીક આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
-ભચાઉ– ભચાઉ તાલુકા પ્રમુખ તરીકે મોગીબેન પટેલની જ્યારે,ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ જાડેજાની નિમણુંક કરાઇ હતી જો કે અન્ય હોદ્દેદારો અંગે હવે જાહેરાત કરાશે ભચાઉમાં ભાજપના આ કાર્યક્રમમા કોગ્રેસના એક સભ્ય રામજીભાઇ ભુટક હાજરીને કારણે તે ભારે ટ્રોલ થયા હતા. જો કે ત્યાર બાદ કોગ્રેસી સભ્યએ ખુલાસો કરી જણાવ્યુ હતુ કે તેમના સંબધી હોવાથી શુભેચ્છા આપવા તેઓ પહોચ્યા હતા.
-મુન્દ્રા-મુન્દ્રા તાલુકા પંચાયતમાં ભાજપના રાણીબેન ચાવડા, છસરા અને ઉપપ્રમુખ રતન ગઢવીની નિમણુક કરાઇ હતી જો કે કારોબારી ચેરમેન તરીકે અનપુર્ણાબા જાડેજા નક્કી મનાય છે. ધારાસભ્ય પુત્ર કુલદિપસિંહ અને વિશ્રામ ગઢવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
-અબડાસા- અબડાસા તાલુકા પંચાયત ભાજપ કબ્જે કરશે તેવી વાતો વહેતી થઇ હતી. અને એક સમયે કોગ્રેસને અબડાસાના તમામ વિજેતા સભ્યોને ફાર્મહાઉસમા ઉભા રાખી તસ્વીરો પર સેર કરવી પડી હતી જો કે આજે સર્વાનુમતે પ્રમુખ તરીકે તેજબાઇ લાખા કેર જ્યારે ઉપપ્રમુખ તરીકે મોકાજી સોઢાની વરણી કરાઇ હતી. કોગ્રેસે જીત બાદ તસ્વીર સેર કરી હતી તેમાં એક સમયે કોગ્રેસના આગેવાન ગણાતા ઇકબાલ મંધરા હાંસીયામા દેખાયા હતા. જો કે વિજેતા ઉમેદવારોની વચ્ચે અપક્ષ રહી ભાજપને જીત અપાવનાર અને કોગ્રેસમા પરત ફરેલા હનીફ પઢીયાર કોગ્રેસી આગેવાનો સાથે લાઇમલાઇટમા દેખાયા હતા.

આજે જીલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદારોની નિમણુંક સમયે સૌ કોઇની નજર અબડાસા-લખપતમા સત્તા પરિવર્તન પર હતી પરંતુ ભાજપ તેમાં હાલ પુરતુ ફાવ્યુ ન હતુ. જો કે રાજકીય સુત્રોનો દાવો છે. કે નજીકના સમયમાં કોગ્રેસની નબળાઇનો લાભ લઇ ભાજપ અબડાસા-લખપતમાં નવા જુની કરે તેવી પુરી શક્યતા છે. જો કે આજે કોગ્રેસે બે જ્યારે ભાજપે 8 તાલુકા પંચાયત અને એક જીલ્લા પંચાયતમાં પોતાના હોદ્દેદારોની તાજપોષી કરી હતી