Home Crime ને હવે ભુજ હોસ્પિટલમાંથી ગોંડલનો કુખ્યાત નીખીલ દોંગા થયો ફરાર કચ્છ સહિતની...

ને હવે ભુજ હોસ્પિટલમાંથી ગોંડલનો કુખ્યાત નીખીલ દોંગા થયો ફરાર કચ્છ સહિતની પોલિસમા દોડધામ

869
SHARE
પચ્છિમ કચ્છની પોલિસ માટે હાલ ખરાબ સમય ચાલી રહ્યો છે પહેલા સચિન ઠક્કર લોકઅપમાંથી ચકમો આપી ફરાર થયો ત્યાર બાદ બાંગ્લાદેશી JIC માંથી ફરાર થયો પુર્વ કચ્છના ભચાઉનો એક કેદી ભુજ મેન્ટલ હોસ્પિટલમાંથી ફરાર થયો હતો ત્યા હવે વધુ એક કુખ્યાત પ્લાન સાથે ફરાર થયો હોવાનો બનાવ પ્રકાશમા આવ્યો છે ગોંડલનો કુખ્યાત નિખીલ દોંગા ભુજની જનરલ હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો છે નિખીલ વિરૂધ્ધ સંખ્યાબંધ ગુન્હા નોંધાયા બાદ ગુજશીટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરી પાલારા જેલ હવાલે કરાયો હતો જો કે તેનુ સ્વાસ્થ્ય બરોબર ન હોવાની ફરીયાદ બાદ તેને સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલ લવાયો હતો પરંતુ મોડી રાતે તે ચકમો આપી ફરાર થઇ ગયો હતો ગંભીર ગુન્હામા સંડોવાયેલ કુખ્યાત શખ્સ ફરાર થઇ જતા પોલિસ સમગ્ર કચ્છ સહિતના વિસ્તારમા નાકાબંધી કરી તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે પ્રાથમીક તપાસમા તને ભગાડવામા મદદગારી કરાઇ હોવાનુ પણ સામે આવ્યુ છે જે બાબતે પણ પોલિસના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે બનાવ સંદર્ભે બી-ડીવીઝન પોલિસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે