કચ્છમાં પાછલા એક વર્ષમાં દારૂના મોટા જથ્થાઓ કચ્છમાં ધુસાડવાના પ્રયત્નોને પોલિસે નાકામ બનાવ્યા છે. આડેસરથી લઇ ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચ,અંજાર પોલિસ સહિત વિવિધ પોલિસે મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. ત્યારે વધુ એક મોટો જથ્થો કચ્છમાં ધુસે તે પહેલા આડેસર પોલિસે ચેકપોસ્ટ પાસેથી બેન્ટોનાઇટ કટ્ટાની આડમા કચ્છમાં ધુસાડાતો 30 લાખથી વધુ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જો કે કચ્છમાં આ જથ્થો કોણે મંગાવ્યો હતો. તે કોયડા સમાન બની રહ્યુ છે. આડેસર પોલિસે અલગ-અલગ બ્રાન્ડની 30,000 બોટલ સહિત કુલ 45.60 લાખનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમા વસીમ અકરમ સોરાબ મેબ રહે.રાજસ્થાન વાડો પકડાઇ ગયો છે જ્યારે ગંગા નામના વ્યક્તિનુ માલ મોકલનાર તરીકે નામ ખુલ્યુ છે. જો કે કચ્છમાં આ માલની ડીલેવરી કોણ લેવાનુ હતુ તે ખુલ્યુ નથી.
કચ્છમાં આટલો માણ કોણ મંગાવે છે?
કચ્છમાં રેન્જ આઇ.જી અને પુર્વ કચ્છમાં પોલિસવડા બદલાયા ત્યારથી દારૂ ધુસાડવાના કિસ્સાઓ વધી રહ્યા છે. અલબત અત્યાર સુધી અનેક મોટા જથ્થા ઝડપી પોલિસે કચ્છમાં કડક દારૂબંધી અમલ હોવાનુ સાબિત તો કર્યુ છે. પરંતુ પોલિસના આટલી સતર્કતા પછી પણ બુગલેગરોએ તેમના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. જેના મુળ સુધી હજુ એજન્સીઓ પહોચી શકી નથી હા કેટલાક કિસ્સામાં માલ મંગાવનારના નામ ખુલ્યા છે. પરંતુ તેમાંથી મોટામાથા અત્યાર સુધી પોલિસને હાથે લાગ્યા નથી જે ક્યાક શંકા પ્રેરે છે. કેમકે પોલિસની સતર્કતા વચ્ચે પણ દારૂ મંગાવવાનુ દુસાહસ બુટલેગરો કરે તે માની શકાય તેવી વાત નથી. ત્યારે ખરેખર આટલો મોટો જથ્થો કોણ મંગાવી રહ્યુ છે. અને કોની રહેમનઝર હેઠળ તે તપાસ થાય તે જરૂરી છે. જો કે પોલિસે અત્યાર સુધી કરેલી કામગીરીમાં કરોડો રૂપીયાનો દારૂ પ્યાસીઓ સુધી પહોંચે તે પહેલા ઝડપાઇ ગયો છે. અને ચાલુ માસમાંજ અંજાર,આંડેસર સહિત વિવિધ પોલિસ મથકે એક કરોડથી વધુનો દારૂ ઝડપાયો છે
કચ્છમાં અગાઉના સમયમાં પણ જ્યારે મોટો જથ્થો પકડાતો તેના પછી પણ નાના નાના દારૂના પોઇન્ટ શહેરથી લઇ ગામડાઓમા ધમધમતા હતા જો કે કડક અધિકારીઓની હાજરી વચ્ચે કચ્છમાં દારૂ મોકલવાના અને મંગાવવાના પ્રયાસો ધટ્યા હતા પરંતુ ફરી જાણે બુટલેગરો સક્રિય થયા હોય તેમ કચ્છમાંથી કરોડો રૂપીયાનો દારૂ ઝડપાઇ રહ્યો છે. પરંતુ તેના મુળ સુધી બોહસ અધિકારીઓ પહોંચ્યા નથી તે સત્ય છે. ત્યારે દારૂના સફળ દરોડો સાથે તેના મુળમાં જઇ પોલિસ મુખ્ય ભેજાબાજો સુધી પહોચે તે જરૂરી છે