Home Crime દારૂ-શિકાર કરી મીજબાની માણનાર 8 શખ્સોને લાકડીયા પોલિસે ધાતક હથિયારો સાથે ઝડપ્યા

દારૂ-શિકાર કરી મીજબાની માણનાર 8 શખ્સોને લાકડીયા પોલિસે ધાતક હથિયારો સાથે ઝડપ્યા

1336
SHARE
રાપરના શિવલખા નજીકના ઢેટુડા ગામની સિમમાં દારૂની હેરફેરની બાતમીએ ગયેલી લાકડીયા પોલિસને મોટી સફળતા મળી છે. અને દારૂની મહેફીલ સાથે વન્યજીવનો શિકાર કરી મીજબાની માણનાર 8 શખ્સો પોલિસના હાથે ઝડપાઇ ગયા છે. લાકડીયા પોલિસને મળેલી બાતમીના આધારે પોલિસે રમેશ પુંજા કોલીની વાડીએ દરોડો પાડ્યો હતો જે દરમ્યાન દેશી બંધુક 14 જીવતા કારતુસ અને 6 ફુટેલા કારતુસ સહિતનો જથ્થો મળી આવ્યો હતો. તો પોલિસની તપાસમાં 3 સસલાનો શિકાર થયો હોવાનુ પણ સામે આવ્યુ છે. વાડીએથી પોલિસે દોઢ કિ.લો માસનો જથ્થો પણ કબ્જે કર્યો છે.છરી-ધારીયા તલવાર સહિતના ધાતક હથિયારો પણ ઝડપાયેલા શખ્સોના કબ્જામાથી મળી આવ્યા છે. જેથી વન્યજીવ અધિનીયમ તથા દારૂની મહેફીલનો અલગ કેસ કરી લાકડીયા પોલિસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલિસે(1) રાહુલ દાનાભાઇ વાણીયા,ઉ.28 રહે.ચંડીનગર,લાકડીયા,(2)દિનેશ ખીમજી વાણીયા ઉં.39 રહે.ચંડીનગર લાકડીયા(3)પ્રેમજી બાબુ કોલી ઉ.30 રહે લખમસરી લાકડીયા(4)રાહુલ હરિ કોલી ઉ.25 રહે શીવલખા(5)રમેશ પુંજા કોલી રહે શીવલખા(6) કાનજી પુંજા કોલી રહે લાકડીયા(7)મનજી બાબુ કોલી રહે લાકડીયા(8)નાનજી મેરામણ વાણીયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલિસે વિવિધ હથિયારો વાહન સહિત કુલ 10.82 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઇન્ચાર્જ પી.આઇ વી.એલ પરમાર તથા લાકડીયા પોલિસના સ્ટાફે આ કાર્યવાહી કરી હતી. અને શિકારી પ્રવૃતિ થઇ હોય આ અંગે વનવિભાગને પણ જાણ કરાઇ છે. ઝડપાયેલા 88 શખ્સોએ શિકારી પ્રવૃતિ કરવા સાથે વાડીએ મીજબાની માણી હતી. પરંતુ પોલિસે કાર્યવાહી કરી મહેફીલ કરતા ઝડપી પાડ્યા છે.