ગુજરાતીમાં એક જાણીતી કહેવત છે ચણાના ઝાડ પર ચડવુ જેનો અર્થ કંઇક એવો છે કે યોગ્યતા વગરના વ્યક્તિના વખાણ કરવા.. ખરેખર ચણાનુ ઝાડ હોતુ નથી પરંતુ તેનો છોડ હોય છે પરંતુ ક્યારેક મુર્ખ બનવવાના પરિપેક્ષમાં અથવા ખોટા વખાણ કરી ચાપલુસીના પરિપેક્ષમાં આ વાક્યનો કહેવત તરીકે ઉપયોગ લોકો કરતા હોય છે આવીજ ઝાડ પર ચડવાની એક તસ્વીર કચ્છના સાંસદ અને તાજેતરમાંજ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી બનેલા વિનોદ ચાવડાની સામે આવી છે જો કે તેઓ નવું અને મોટુ પદ્દ મળ્યા પછી વાહવાઇમાં ચણાના ઝાડ પર નથી ચડ્યા કે નથી કોઇએ તેમને ઝાડ પર ચડાવ્યા પરંતુ જીવદયાના એક કાર્ય માટે તેઓ જાતે ઝાડ પર ચડ્યા હતા હાલ ગરમીની મોસમ ચાલી રહી છે અને પક્ષીઓને પીવાના પાણીની મુશ્કેલી ન થાય તે માટે ચણ અને પાણીની વ્યવસ્થા માટે લોકો કામ કરી રહ્યા છે ત્યારે કચ્છના સાંસદે પણ તેમના કાર્યાલય નજીક આજે જીવદયાના કામ માટે ઝાડ પર ચડ્યા હતા ભુજના નવા બનેલા નગર અધ્યક્ષ તથા ભાજપના કાર્યક્રરો તેમની સાથે આ પ્રવૃતિમાં જોડાયા હતા પરંતુ તેમની આ તસવીર જોઇ કટાક્ષ તથા ટકોર કરવાનું મન થયુ
જીવદયા સાથે કચ્છના વર્તમાન અને ભવિષ્યની પણ ચિંતા કરજો
કચ્છમાં નાની ઉંમરે રાજકારણ અને પદ્દ મેળવવામાં કચ્છના સાસંદ પ્રથમક્રમે આવે છે પોતાની કોઠાસુજ અને આવડતથી પહેલા સાંસદ ઉપરાંત પ્રથમવાર કચ્છમાંથી કોઇએ આટલી નાની ઉંમરે મહામંત્રી જેવા મોટા હોદ્દા સુધી પહોચ્યુ હોય તો તે વિનોદ ચાવડા છે પરિપક્વ પણ છે અને લોકોના કામ માટે પણ તેઓ હમેંશા સક્રિય રહે છે તેવુ ભાજપના કાર્યક્રરો હમેંશા કહેતા રહે છે તેમની નિષ્ક્રિયતા અને જરૂરી સુચનો માટે તેઓ સોસીયલ મિડીયામા પણ હમેંશા ચર્ચામા રહેતા હોય છે પરંતુ જોગાનુજોગ તેમને પદ્દ પણ મળ્યુ અને તેમની ઝાડ પર ચડવાની તસ્વીર સામે આવી ત્યારે ચોક્કસ ટકોર કરવાનુ થાય કે મળેલી સત્તા અને પદ્દનો યોગ્ય અને કચ્છના હિતમાં ઉપયોગ કરજો અને લિમડાના ઝાડ પર જીવદયા માટે ભલે ચડ્યા પરંતુ ચણાના ઝાડ પર ન ચડતા આમતો કચ્છમાં અન્ય રાજકારણીઓ કરતા પ્રજાના પ્રશ્ર્નો માટે સતત રજુઆત માટે તેઓ સક્રિય રહેતા હોય છે પરંતુ તેમની સફળતા અને નિષ્ફળતા અંગે મિડીયા કરતા આમ નાગરીકો મુલ્યાકંન કરે તે સાચુ ગણી શકાય હા એટલુ નક્કી છે કે અત્યાર સુધી તેઓ પદ્દ અને સત્તાના ઉન્મદને પચાવી જાણ્યા છે
કચ્છ અને કચ્છ બહાર વસતા કચ્છીઓની હમેંશા કચ્છના સાંસદે ચિંતા કરી છે અને હમેંશા તેઓ સારા કાર્યો માટે આગળ પડતા હોય છે પરંતુ જ્યારે જીવદયા માટે આટલી મહેનત કરી તેઓ ઝાડ પર ચડ્યા છે ત્યારે કચ્છના અન્ય પ્રશ્ર્નો માટે પણ તેઓ એટલાજ સક્રિય અને મહેનતુ રહે તેવી અભિવ્યર્થના કેમકે નર્મદા, સહિત અનેક એવા પ્રશ્ર્નો છે જેના માટે મહેનતની જરૂર છે તો વર્તમાન કોરોનાની ભયાનક સ્થિતીમાથી કચ્છને ઉગારવાનો પડકાર પણ.. ત્યારે ભવિષ્યમાં ચણાના ઝાડ પર નહી પરંતુ સત્તા પદ્દમાં વધુ ઉચાઇએ પહોંચી કચ્છના પ્રશ્ર્નોના નિરાકરણ લાવે તેવી અપેક્ષા અને જીવદયાના કાર્ય માટે અભિનંદન….