
પચ્છિમ કચ્છ પોલિસ વિભાગ માટે હાલ કપરો સમય ચાલી રહ્યો છે. અને એક પછી એક વિવાદોમાં પચ્છિમ કચ્છ પોલિસ ધેરાયેલુ છે. પોલિસની બેદરકારીથી આરોપી નાશી જવાનો મામલો હોય કે પછી મુન્દ્રા કસ્ટોડીયલ મોતનો મામલો જો કે પચ્છિમ કચ્છ પોલિસના ઉચ્ચ અધિકારીઓએ સુપેરે તમામ કેસની ન્યાયીક તપાસ કરી છે. જો કે આ વિવાદો વચ્ચે તાજેતરમાંજ ગઢસીસા પોલિસ મથકના પી.આઇ આર.ડી.ગોજીયા ચર્ચામા આવ્યા હતા. આ વિસ્તારના લોકો ખુદ એસ.પીને આ મામલાની રજુઆત માટે પહોચ્યા હતા. ત્યારે આજે પચ્છિમ કચ્છ જીલ્લા પોલિસવડાએ વિવાદમા આવેલા પી.આઇ સહિત પચ્છિમ કચ્છના 3 પી.આઇની આંતરીક બદલીના હુકમો કર્યા છે. જો કે વહીવટી સરળતાના કારણોસર આ બદલીના હુકમો થયા છે. પરંતુ ક્યાકને ક્યાક કોઇ વિવાદ કે ફરીયાદ આ બદલી પાછળ કારણભુત હોવાનુ પોલિસ સુત્રો ચર્ચી રહ્યા છે. કેમકે પચ્છિમ કચ્છ જીલ્લા પોલિસવડા પોલિસની ઇમેજ ખરાબ થાય તેવી નવી કોઇ વાત હવે સ્વીકારવાના મુડમાં નથી ત્યારે એક રાજકીય આગેવાનના નજીકના હોવાનુ મનાતા પી.આઇ.ની બદલીની સમગ્ર પોલિસ બેડામા ચર્ચામાં છે. તેમને ભુજ બી.ડીવીઝન બદલાયા છે. તો બી-ડીવીઝન પી.આઇ એસ.બી.વસાવાને ભુજ જે.આઇ સી બદલાયા છે. જ્યારે CPI નખત્રાણા સાથે નખત્રાણા પોલિસનો ચાર્જ સંભાળતા એસ.બી.પટેલને સ્વતંત્ર નખત્રાણા પોલિસનો હવાલો સોંપાયો છે. તો પચ્છિમ કચ્છના અન્ય પોલિસ મથકોમાં ફરજ બજાવતા 5 પી.એસ.આઇની બદલીના પણ હુકમો કરાયા છે. જેમા લીવ રીઝર્વમા રહેલા એસ.એ મહેશ્ર્વરી નેમ જખૌ પોલિસ સ્ટેશન જ્યારે કોઠારાના પી.એસ.આઇ રીડર એસ.પી બદલાયા છે. મહત્વની એવી મુન્દ્રા ઇમીગ્રેશનની જગ્યાએ ફરજ બજાવતા જી.પી.જાડેજાને કોઠારા પોલિસ સ્ટેશન બદલાયા છે. એમ.આર.મહેશ્ર્વરીને ભુજ સીટી એ ડીવીઝન જ્યારે ભુજ સીટી બી-ડીવીઝન થી ગઢશીશા પોલિસ મથકે બદલાયા છે.