વૈશ્ર્વીક મહામારી વચ્ચે લોકો જીવન કઇ રીતે બચે તેની ચિંતા વચ્ચે જીવન જીવી રહ્યા છે આર્થીક ફટકો સહન કરીને પણ સ્વૈચ્છિક લોકડાઉનમા સહભાગી થઇ રહ્યા છે. પરંતુ ગુન્હેગારો માટે જાણે કાઇ હોય જ નહી તે રીતે મહામારીમાં પણ અનલોકની પ્રક્રિયા ચાલુ છે. આમતો કચ્છમા આ મહામારી વચ્ચે અનેક ચકચારી ક્રાઇમના બનાવો બન્યા છે પરંતુ હાલ જ્યારે સમગ્ર ભારતમા સ્થિતી વિકટ બની છે. તે વચ્ચે પણ આંકડો,સટ્ટો અને દારૂના ધંધાર્થીઓએ પોતાનુ કામ ચાલુ રાખ્યુ છે. જો કે મહામારીમાં નિયમોના પાલન સાથે પોલિસે આવા ગુન્હેગારો પર કાર્યવાહી કરી છે. આજે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુન્દ્રાના સ્વામીનારાયણ મંદિર નજીક આવેલા શીવમ કોમ્પલેક્ષમાં દરોડો પાડ્યો હતો અને આંક ફરકનો આંકડાનો જુગાર રમાડતા યતીન રમેશભાઇ ગણાત્રા તથા હતિસ માથુરાદાસ માનસોટાને 19,990ના મુદ્દામાલ સાથે ઝડપ્યા હતા. તો બીજી તરફ ભુજ બી-ડીવીઝન પોલિસની હદ્દમં પણ LCB એ ભીડનાકા વિસ્તારમાં IPL પર ઓનલાઇન એપ્લીકેશનની મદદથી હરતોફરતો સટ્ટો રમાડતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. બાતમીને આધારે દરોડા પાડી સાહિલ હાજી સમા તથા જુલફીકાર અભુભખર પઢીયારને 2.27 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. તો બીજી તરફ પુર્વ કચ્છ પોલિસના બાહોસ જવાનોની બાજ નઝરથી બચી માનકુવા સુધી પહોંચી આવેલા દારૂના જથ્થાને પણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. માનકુવા નજીક આવેલા ગોડસર રખાલમાં આવેલી હેવન બહ રેસીન્ડન્સીમાં કાર્યવાહી કરાઇ હતી જેમાં રામગર સુરેશગર ગોસ્વામી 2 લાખથી વધુના દારૂના જથ્થા સાથે ઝડપાઇ હતો યોગેસ પ્રતાપ બાવાજીનુ નામ પણ દારૂની હેરફેરમા સામે આવ્યુ છે પરંતુ તે પોલિસને હાથે લાગ્યો નથી. એક તરફ કોરોના મહામારી વચ્ચે પણ ગુન્હેગારો પોતાના ધંધાને બંધ કરવામાં માનતા ન હોય તેવુ પોલિસની કાર્યવાહી પરથી લાગી રહ્યુ છે. બીજી તરફ સ્થાનીક પોલિસને અંધારામાં રાખી થયેલી કાર્યવાહીથી પણ અનેક સવાલો ઉભા થાય છે.