એક તરફ રાજ્ય સરકાર અને ખુદ વડાપ્રધાને પોતાના સંબોધનમાં ગઇકાલે જણાવ્યુ હતુ. કે લોકડાઉન એ અંતિમ વિકલ્પ છે. જો કે તેમ છંતા સ્થાનીક નેતાઓ લોકડાઉન માટે પાછલા બારણે તનનોડ મહેનત કરી રહ્યા છે. કેસોની સંખ્યા વધતા કદાચ આ નિર્ણય ચોક્કસ તેમાં ફાયદારૂપ સાબિત થઇ શકે છે. પરંતુ દિશા વગર ના લોકડાઉનમાં વેપારીઓએ મુંજવણ વચ્ચે સહમતી દર્શાવી છે. અને ક્યાક પરાણે લોકડાઉન સ્વૈચ્છિક કરવામા ભાજપના નેતાઓને દમ આવી ગયો હતો આમતો રાજ્યના મંત્રીએ ગઇકાલે 3 દિવસના સ્વૈચ્છિક લોકડાઉન અંગેની જાહેરાત કરી નાંખી હતી. પરંતુ ધણા વેપારીઓ સહમત ન હતા. કેમકે મોલ,ઓનલાઇન હોટલોમાં ખાણી-પીણીની વસ્તુઓ ચાલુ રહેશે તે કચવાટ વચ્ચે વેપારીઓના ધણા પ્રશ્ર્નો હતા તે માટે આજે ભુજમાં ફરી ધારાસભ્ય અને તંત્રની હાજરીમાં બેઠક મળી હતી. જેમાં તમામ લોકોને મહામહેનતે સમજાવી સ્વૈચ્છિક લોકડાઉનમાં જોડવામા આવ્યા હતા. એક સમયે ભુજ પાલિકાના પ્રમુખે વેપારીઓનો કચવાટ બહાર ન જાય તે માટે બેઠકમાંથી પત્રકારોને પણ બહાર જવાનુ કહ્યુ હતુ. જો કે મોડેથી પાલિકાએ સત્તાવાર પ્રેસયાદી જાહેર કરી 3 દિવસના લોકડાઉનની જાહેરાત સાથે લોકોને લોકડાઉનમાં જોડાવવા અપિલ કરી છે.
કચ્છમાં આજે 200 પોઝીટીવ 7 મોત
કચ્છમાં દિવસે ને દિવસે ને કેસો વધી રહ્યા છે. ગઇકાલે જ્યા 176 પોઝીટીવ કેસ નોંધાયા હતા. જ્યારે 5 મોત થયા હતા. ત્યારે આજે કચ્છમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 200 નોંધાઇ હતી જ્યારે 7 લોકો મૃત્યુ પામ્યા હતા. સૌથી વધુ કેસ આજે મુન્દ્રામા નોંધાયા હતા. અને ભુજ કરતા પણ વધુ કેસ મુન્દ્રા શહેરમા નોંધાયા હતા જે રીતે ભુજ અને મુન્દ્રામાં કેસો વધી રહ્યા છે. તે જોતા બન્ને શહેરોમાં પરાણે તો પરાણે પણ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કદાચ કારગત નિવળશે અને કેસોની સંખ્યા વધતા લોકો પણ સ્વયંમભુ રીતે તેનુ પાલન કરે તેવી અત્યારે તો લાગી રહ્યુ છે. આજે મુન્દ્રા શહેરમાં 38 જ્યારે ગ્રામ્ય કક્ષાએ 2 મળી કુલ 40 કેસ પોઝીટીવ આવ્યા હતા. જ્યારે ભુજ શહેર અને તાલુકા મળી કુલ 46 કેસ નોંધાયા હતા. તો માંડવી કુલ 43 જ્યારે અંજારમાં 46 કેસો શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સામે આવ્યા હતા જે જોતા માંડવી,મુન્દ્રા અને ભુજમા સ્વૈચ્છિક લોકડાઉન અંગેનો વિચાર કદાચ કેસો ધટાડવામા મદદરૂપ થાય તેમ માની શકાય
સરકાર ભલે લોકડાઉન આપવાના નિર્ણય અંગે હજુ સ્પષ્ટ ન હોય પરંતુ કચ્છમાં કેસો વધવાની ગતી પછી હવે ગામડાઓ અને શહેરો સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ વધી રહ્યા છે. હા રાજકીય નેતાઓ લોકડાઉન માટે માધ્યમ બની રહ્યા છે. ત્યારે લોકજાગૃતિ સાથે દબાણ પુર્વક લોકડાઉન કરતા સ્વયંમ લોકો જોડાય તેવા પ્રયત્નો સાથે રાજકીય પ્રતિનીધીઓએ હોસ્પિટલની સુવિદ્યા અને દર્દીઓની હાડમારી અંગે પણ વિચારવુ જોઇએ જો કે હાલ સંજોગો સ્થિતી જોતા 3 શહેરોમા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કારગત સાબિત થાય તેવી આશા છે