Home Current કચ્છમાં કેસ વધ્યા મૃત્યુ ધટ્યા આજે 176 પોઝીટવ 5 મોત; સતત કેસ...

કચ્છમાં કેસ વધ્યા મૃત્યુ ધટ્યા આજે 176 પોઝીટવ 5 મોત; સતત કેસ વધતા ભુજમાં 3 દિવસ લોકડાઉન!

973
SHARE
રાજ્યના મુખ્યમંત્રી સહિત હમણાંજ રાષ્ટ્રજોગ સંબોધન કરનાર વડાપ્રધાને પણ લોકડાઉન નહી લાગે તેવા સંકેત આપ્યા છે. જો કે તે વચ્ચે સ્થાનીક ચુંટાયેલા પ્રતિનીધી અને તંત્ર મારફતે સ્થિતી જોઇ સરકાર સ્વૈચ્છિક લોકડાઉન લગાવવા મક્કમ છે ત્યારે આજે મુન્દ્રા પછી જ્યા દૈનીક સૌથી વધુ કેસ પોઝીટીવ આવે છે તેવા ભુજ શહેરમા પણ આગામી શુક્ર,શની,રવી 3 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન અંગે મંથન કરાયુ છે. રાજ્યમંત્રી વાસણભાઇ આહિર,સાંસદ વિનોદ ચાવડા તથા ધારાસભ્ય નિમાબેન આચાર્ય સહિત જીલ્લા કલેકટર અને વેપારીઓ વચ્ચે બેઠક મળી હતી. જેમા કેસ વધતા સ્વૈચ્છિક લોકડાઉન જરૂરી હોવાનો મત વ્યક્ત કરાયો હતો અને તે મુજબ 3 દિવસ લોકડાઉન શક્ય છે. તે વચ્ચે આજે કચ્છમાં કોરોનાના કેસોમા ભારે ઉછાળો જોવા મળ્યો હતો અને જીલ્લામાં 176 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં શહેરી વિસ્તારોમાં 110 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 66 પોઝીટીવ કેસ નોંધાયા છે સૌથી વધુ કે ભુજ-43,મુન્દ્રા-21, અંજાર-24 ભચાઉ 18, ગાંધીધામ-16 માં નોંધાયા હતા. 45 લોકો આજે સ્વસ્થ થતા રજા અપાઇ હતી. જીલ્લામાં આજે 3860 લોકોને રસીકરણ કરાયુ હતુ. ભુજ અને માંડવીમાં પણ લોકડાઉન થાય તેવી જાહેરાત થઇ શકે છે.
નખત્રાણા માંડવીમાં બેઠક-સમિક્ષા
આજે રાજ્યના મંત્રી,કચ્છના સાંસદ અને જે-તે વિસ્તારના ધારાસભ્યો સાથે વહીવટી તંત્રએ બેઠક યોજી હતી. અને ગ્રામ્યકક્ષાએ સુવિદ્યા વધારવા માટેની રજુઆતો સ્થાનીક લોકોએ કરી હતી. જેમા માંડવીમાં ટેસ્ટ વધારવા સાથે વિઝીટેડ ડોક્ટરોની સેવા આપવામા આવે તેવી માંગ કરાઇ હતી. તો માંડવી તાલુકામાં નવા ઇલેક્ટ્રીક સ્મશાનગૃહ માટે મંજુરીની જાહેરાત કલેકટર કચ્છ દ્રારા કરાઇ હતી. તો લખપત,નખત્રાણા અબડાસા તાલુકાની સમિક્ષા માટે એક બેઠક યોજાઇ હતી જેમાં કોવીડ સેન્ટરની સમિક્ષા સાથે બેઠકમાં નજીકના ગ્રામ્ય વિસ્તારમાંજ લોકોને સારવાર મળી રહે તેવા પ્રયાસો થાય તેવી માંગ કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખે કરી હતી. તો બીજી તરફ ધારાસભ્યએ સેનેટાઇઝીંગ પર ભાર મુકવા સાથે ગ્રામ્યકક્ષાએ જાગૃતિના પ્રયાસોની વાત કરી હતી. તો બીજી તરફ નખત્રાણા વેપારી આગેવાનો અને સ્વૈચ્છિક લોકડાઉન માટે તૈયાર કરાય તેના પર ભાર મુકાયો હતો.

કચ્છમાં મુખ્યમંત્રીની મુલાકાત પછી ટેસ્ટ તો વધારાયા છે. પરંતુ હજુ આરોગ્ય મુશ્કેલીની સ્થિતી સુધરી નથી આજે પણ ધણા દર્દીઓએ સોસીયલ મિડીયાના માધ્યમથી તેમની સમસ્યાઓ વર્ણવી હતી. જો કે સ્વૈચ્છિક લોકડાઉન માટે ધણા શહેરો તૈયાર થઇ રહ્યા છે. મુન્દ્રા બાદ માંડવી અને ભુજમા લોકડાઉન માટે મંથન કરાયુ હતુ. અને આગમી દિવસોમાં આ શહેરો સંપુર્ણ લોકડાઉન કરી સમજદારી દર્શાવશે