પ્રિ-મૌનસુન એકટીવી શરૂ થતા કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમા વરસાદ પડી રહ્યો છે. કચ્છમાં ગઇકાલે એક દિવસ વરસાદે વિરામ લીધો હતો પરંતુ આજે ફરી ભુજ તાલુકાના ધંગ્ર,લોડાઇ સહિતના આહીરપટ્ટી વિસ્તાર અને અંજારના ગામડા અને શહેરમાં વરસાદ પડ્યો હતો. કરા અને ભારે પવન સાથે પડેલો વરસાદની અસર છેક ભચાઉ અને સામખીયાળી સુધી જોવા મળી હતી અને ભચાઉના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો હતો. અગાઉ સતત બે દિવસ સુધી કચ્છના વિવિધ વિસ્તારોમા વરસાદ પડ્યો હતો. અને નખત્રાણા,ભુજ,ગાંધીધામ,અંજાર અને ભચાઉ તાલુકામાં કરા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે ખેડુતો ચિંતીત બન્યા છે. કેમકે કેરી સહિત ઉનાળુ ઉત્પાદન હવે નજીક છે તેવામાં પવન સાથે પડેલા વરસાદથી કેરીના પાકને નુકશાન જવાની ખેડુતોને ચિંતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી દિવસોમાં હજુ પણ વાતાવરણમાં પલ્ટો આવી શકે છે અને ગુજરાતના કેટલાક વિસ્તારોમા હજુ પણ વરસાદ પડી શકે છે. આજે ભચાઉ વિસ્તારમાં ભારે પવન સાથે પડેલો વરસાદ જીવલેણ બન્યો હતો અને ભચાઉ તાલુકાના છાડવારા ગામે રીક્ષા પર ઝાડ પડતા બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે. જ્યારે રિક્ષામા બેઠેલા અન્ય વ્યક્તિઓને ઇજા પહોંચતા તેને સારવાર માટે ભચાઉ રેફરલ હોસ્પિટલમા સારવાર માટે લાવવા કવાયત શરૂ કરાઇ છે. ભારે પવનને કારણે તોતીંગ ઝાડ પડ્યુ હોવાનુ અનુમાન છે. જો કે એક તરફ ખેડુતોને નુકશાન અને બીજી તરફ બે માનવ જીદગી માટે વરસાદ ધાતકી બનતા કચ્છ ભરમાં ભર ઉનાળે પલ્ટાતા વાતાવરણની ચર્ચા અને ચિંતા છે. પ્રાથમીક વિગતમાં મૃત્યુ પામેલ માતા અને દોઢ વર્ષનો પુત્ર વોંધ ગામના છે મુસ્લિમ પરિવારના સભ્યો છાડવારા ધાર્મીક કાર્ય માટે ગયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે વાગડ વેલ્ફરમા ખસેડાયા છે. અને પોલિસે બનાવ સદંર્ભે વધુ તપાસ હાથ ધરી છે.