તમે તમારી કાર નજીક ઉભા હો અને કોઇ આવીને કહે કે તમારા પૈસા પડી ગયા છે. તો હવે ચેતી જજો કેમકે આવી લોભામણી વાતો તમને આર્થીક નુકશાન પહોંચાડી શકે છે. ભુજમાં આવો બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં આવીજ મોડસઓપરેન્ડીથી કોઇની કારમાંથી લાખોની મત્તા ચોરી ટોળકી પલાયન થઇ ગઇ હોય પહેલા ભુજના છઠ્ઠીબારી નજીક આવોજ કિસ્સો બન્યો હતો જેમાં મુંબઇના એક વેપારી ભોગ બન્યા હતા અને હવે લાલટેકરી નજીક આવોજ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કારમાં એકલી બેઠેલી મહિલાને આવુજ કહી મોબાઇલ સોનાના દાગીના સહિતની 2.60 લાખની મત્તાની ચોરી કરી એક શખ્સ ફરાર થઇ ગયો છે.
શુ બન્યો બનાવ
આજે બપોરના સમયે ભુજની લાલટેકરી વિસ્તારમાં સરલી ગામના જશુબેન શિવજીભાઇ રાબડીયા તેમની કારમાં બેઠા હતા ત્યારેજ એક અજાણ્યા શખ્સે તેમને તમારા પૈસા પડી ગયા છે.તેવુ કહેતા તેઓએ તે દિશામાં શોધખોળ શરૂ કરી અને તેટલીજ વારમાં અજાણ્યા શખ્સે તેની કારમાં રહેલી પર્સની ઉંઠાતરી કરી ફરાર થઇ ગયો હતો જે મામલે બાદમાં બીડીવીઝન પોલિસ મથકે જાણ થતા પોલિસે તપાસ શરૂ કરી છે. મહિલા બેંકના લોકોરમાંથી દાગીના કાઢ્યા બાદ તેના પરિવાર સાથે ડોક્ટર મોરબીયા પાસે તેની પુત્રવધુના ચેક્અપ માટે આવી હતી ભુજના ભરચક વિસ્તારમાંજ આ બીજો કિસ્સો છે જેમાં આવીજ રીતે કારમાંથી ગઠીયાઓ બેગની ઉઠાંતરી કરી ફરાર થઇ ગયા હોય જો કે પહેલી ધટનામાં CCTV કેમેરામાં કેદ થઇ હોવા છંતા આ ગઠીયાઓની ટોળકી પોલિસ પકડથી દુર છે. તેવામાં લાલટેકરી વિસ્તારમાં બીજી ધટના બનતા હવે પોલિસ માટે ઓ ટોળકી પકડવી એક પડકાર રહેશે