Home Current 22 દિવસમાં શા માટે બીજી વાર બોલાવી પડી કચ્છ જીલ્લા પંચાયતની કારોબારી...

22 દિવસમાં શા માટે બીજી વાર બોલાવી પડી કચ્છ જીલ્લા પંચાયતની કારોબારી બેઠક વહીવટી સુગમતા કે પછી..?

1187
SHARE
કચ્છ જીલ્લા પંચાયતની કારોબારી બેઠક અને વિવાદ એ કોઇ નવી વાત નથી. અગાઉ પણ ઓપન કારોબારી છંતા ભાજપનાજ નેતાઓએ એન.એની ફાઇલોમાં વહીવટના સણસણતા આક્ષેપો કર્યા છે. પરંતુ અંતે ધીના ઠામમાં ધી પડી જતુ પરંતુ ફરી એકવાર 22 દિવસમાં જીલ્લા પંચાયતની બે વાર કારોબારી બેઠક મળતા અનેક સવાલો ઉભા થયા છે. ગત તારીખ 13-03ના જીલ્લા પંચાયતની કારોબારી બેઠક મળી હતી. જેમાં એન.એ.ની 13  ફાઇલ મંજુર કરવામાં આવી હતી અને આજે પણ સિંચાઇ માટે ગ્રાન્ટ સહિતના કામોને મંજુરી સાથે 24 ફાઇલ બીનખેતીની મંજુર કરાઇ હતી. હજુ ગઇકાલેજ કચ્છ જીલ્લા પંચાયતના ડી.ડી.ઓની બદલી થઇ અને તેના બીજા જ દિવસે અચાનક કારોબારી બેઠક મળતા અનેક સવાલો ઉભા થયા છે. કે એવુ તો શુ થયુ કે ટુંકા દિવસમાં બે કારોબારી બેઠક બોલાવવી પડી

એવુ કયુ કામ રહી ગયુ કે અચાનક બોલાવી પડી બેઠક 

આજની મળેલી કારોબારી બેઠકમાં ચોક્કસ ઉનાળામાં તળાવ સુધારણા માટેના કામોને મંજુરી અપાઇ અને 11 ગામમાં તળાવ સુધારણા માટે 9.25 લાખ રૂપીયા મંજુર કરાયા પરંતુ 22 દિવસમાં 24 ફાઇલો એન.એ માટે આવી અને આજે તેમાં મંજુરીની મહોર પણ લાગી ગઇ આજે મળેલી બેઠકમાં જોવા જઇએ તો તળાવ સુધારણા સિવાયના કોઇ એવા કામો નથી. કે જેના માટે આટલી જલ્દી બેઠક બોલાવવી પડે અને તેને મંજુરી પણ આપી દેવી પડે કદાચ ડી.ડી.ઓ બદલાયા તો નવા ડી.ડી.ઓ પણ તે કામ કરી શકત

વહીવટી સુગમતા માટે બોલાવી બેઠક 

સામાન્ય રીતે પહેલા અને હમણાના શાસન દરમીયાન દર ત્રણ મહિને મોટા ભાગે આવી કારોબારી બેઠક યોજાય છે. અને ભાગ્યેજ ટુંકા ગાળામાં કારોબારી બેઠકો બોલાવાતી હોય છે. પરંતુ 22 દિવસમાં મળેલી બીજી બેઠક બાદ કારોબારી ચેરમેન નવીન જરૂને પુછતા તેમને વહીવટી સુગમતા અને કોઇ કામ પેન્ડીંગ ન રહે તે માટે જલ્દી બેઠક બોલાવી તેવુ કહી અગાઉ પણ ટુંકા ગાળામાં આવી બેઠક બોલાવાઇ છે. તેમ જણાવ્યુ હતુ.  જીલ્લા પંચાયતની કારોબારી બેઠક હમેંશા વિવાદોમાં રહી છે અને તેનુ મુખ્ય કારણ એન.એની ફાઇલો રહી છે. અને આજની બેઠકમાં પણ કઇક એવુજ થયુ હોવાનુ જાણકારો જણાવી રહ્યા છે. ચોક્કસ કારોબારી ચેરમેન વહીવટી સુગમતા માટે આ બેઠક બોલાવી હોવાનુ કહી રહ્યા છે. પરંતુ ડી.ડી.ઓની બદલીના એક દિવસ બાદ અચાનક કેમ બેઠક બોલાવાઇ અને સિંચાઇ સિવાય એન.એ.ની ફાઇલ મંજુર કરવામાં ઉતાવળે બેઠક બોલાવાઇ તે તપાસ માંગી લે તેવો વિષય છે.