Home Crime અનેકવાર ગાંજાના વહેંચાણમાં ઝડપાયેલ ભુજના અબ્દુલને અંતે PIT માં ફીટ કરતી SOG

અનેકવાર ગાંજાના વહેંચાણમાં ઝડપાયેલ ભુજના અબ્દુલને અંતે PIT માં ફીટ કરતી SOG

291
SHARE
પચ્છિમ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ કચ્છમાં માદક પ્રદાર્થોની હેરફેર રોકવા માટે સક્રિય છે. અને તેથીજ પાછલા બે વર્ષમાં પચ્છિમ કચ્છ પોલિસે ગાંજા સહિતના માદક પ્રદાર્થની હેરાફેરીના અનેક કિસ્સાઓ ઝડપ્યા છે. તો NDPS(PIT) એક્ટ હેઠળ પર કાર્યવાહી SOG એ કરી છે. ત્યારે ભુજના ગીતા માર્કેટ બકાલી કોલોનીમાં રહેતા કુખ્યાત અબ્દુલ ઉર્ફે અભાડો મામદ સુમરાને ભુજ SOG એ ઝડપી (PIT) એક્ટ હેઠળ કાર્યવાહી કરી પાલારા જેલ હવાલે કર્યો છે. રાજ્યમાં માદક પ્રદાર્થની હેરાફેરીના કિસ્સામાં ખાસ ઝુંબેશ શરૂ કરાઇ છે. જે અતર્ગત પચ્છિમ કચ્છમાં અનેકવાર માદક પ્રદાર્થની હેરફેરમાં ઝડપાયેલા શખ્સ સામે કાર્યવાહી માટે ભુજ SOG એ દરખાસ્ત કરી હતી જે મંજુર રહેતા આજે અબ્દુલને ઝડપી NDPS(PIT) એક્ટ 1988 મુજબ કાર્યવાહી કરી પાલારા જેલ હવાલે કરાયો છે. અબ્દુલ ઉર્ફે અભાડો ગાંજાના વહેંચાણ માટે કુખ્યાત છે. અને અગાઉ અનેકવાર તે પોલિસને હાથે ઝડપાઇ ચુક્યો છે. પચ્છિમ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગ્રુપે માદક પ્રદાર્થની હેરાફેરી ઝડપવા સાથે આવી ખાસ કાર્યવાહી પર પણ ધ્યાન આપી પચ્છિમ કચ્છમાં આવી પ્રવૃતિ કરતા તત્વો પર કડક કાર્યવાહી કરી છે. SOG ના ઇન્ચાર્જ પી.આઇ એ.આર.ઝાલા નરેન્દ્રસિંહ રાણા તથા મદનસિંહ જાડેજા નરેન્દ્રસિંહ ઝાલા સહિતનો સ્ટાફ કાર્યવાહીમાં જોડાયો હતો.