Home Crime મુન્દ્રાના બાબીયા નજીક પેટ્રોલપંપ પર મધરાત્રે લુંટથી ચકચાર; 4 શખ્સોને શોધવા પોલિસમાં...

મુન્દ્રાના બાબીયા નજીક પેટ્રોલપંપ પર મધરાત્રે લુંટથી ચકચાર; 4 શખ્સોને શોધવા પોલિસમાં દોડધામ

628
SHARE
પચ્છિમ કચ્છના મુખ્યમમથક ભુજ ખાતે લખુરાઇ ચાર રસ્તા પાસે થયેલી ચકચારી 5.71 લુંટનો ભેદ ઉકેલાયો છે ત્યા મુન્દ્રામાં લુંટના બનાવથી ચકચાર ફેલાઇ છે. મુન્દ્રાના બાબીયા નજીક છરીની અણીએ 39000 રોકડા અને 8000 સહિતની લુંટનો બનાવ પ્રકાશમા આવ્યો છે. નવાઇ વચ્ચે સીસીટીવી કેમેરાનો ડેટા રિસીવર સેટ અપ બોક્ષ પણ ઉપાડી ગયા હતા મધરાત્રે બનેલા બનાવ સંદર્ભે પોલિસને જાણ થતા પોલિસના ઉચ્ચ અધિકારીઓ પણ તપાસ માટે દોડ્યા હતા. મુન્દ્રા તાલુકા ના બાબીયા ગામ નજીક આવેલ અક્ષર પેટ્રોલપંપ ની ઓફિસ પાછળ આવેલ ખુલ્લા મેદાન માંથી અજાણ્યા ચાર શખ્સો આવ્યાં હતા અને લોખંડ જાળી સાથે થાંભલો તોડી પાડ્યો હતો અને સામે પડેલ સીડી ઉપર ચડી સીસી ટીવી કેમેરા ના વાયર તોડી નાખ્યા હતા..આ બનાવ અંગે અક્ષર પેટ્રોલપંપ ના હરિશ્ચન્દ્ર વાઘેલા એ મુન્દ્રા પોલીસ મથક એ ફરિયાદ નોંધાવી છે. 2થી 2_-30 વાગ્યા ના અરસામાં 4અજાણ્યા તસ્કરો આવ્યાં હતા અને સી સી ટીવી કેમેરા ના વાયરો તોડી નાખ્યા હતા..રાત્રે પેટ્રોલ માટે કોઇ આવ્યો હોવાની માની દરવાજો ખોલતાની સાથેજ ચાર માંથી એક શખ્સ એ ઓફિસ માં એન્ટ્રી મારી છરીની અણી એ 39000 રોકડા અને 8000 નો મોબાઇલ ની લૂંટ કરી ગયા હતા.પ્રાથમીક તપાસમાં હિન્દીભાષામાં શખ્સો વાત કરતા હોય તે દિશામા પોલિસે તપાસ કરી છે. તો સી.સી.ટી.વી ફુટેજ આસપાસના તપાસી પોલિસે તપાસ તેજ કરી છે. નોંધપાત્ર બાબત એ છે કે ગઈ કાલે ઝરપરા વિસ્તાર માં એક યાર્ડ માં છરીની ની અણી એ 7200 ની લૂંટ નો બનાવ તાજો છે ત્યાં આજે પેટ્રોલ પંપ પર અજાણ્યા તસ્કરો એ છરીની અણીએ લૂંટ ચલાવતા મુન્દ્રા પંથકમાં લુંટની ધટનાઓથી ચકચાર સર્જાઇ છે. અનુભવી પોલિસ અધિકારીની મુન્દ્રા પોલિસ મથકે નિમણુંકથી લુંટનો ભેદ જલ્દી ઉકેલાય તેવી આશા છે.