પચ્છિમ કચ્છ પોલિસ વિભાગમાં કડક પોલિસ અધિકારી અને એજન્સીઓની સતર્કતાને કારણે ગેરકાયેદસર ધંધો કરતા તત્વોમાં ફફટાડ ફેલાયો છે. અને ભાગ્યેજ કોઇ બે નંબરી મોટો ધંધો કરવાની હિંમત કરી રહ્યુ છે. જો કે કચ્છમાં જાણે હવે બારેમાસ જુગારનુ ચલણ વધ્યુ હોય તેમ પુર્વ કચ્છ અને પચ્છિમ કચ્છમાંથી સમયતાંરે જુગાર રમતા ખેલીઓ ઝડપાઇ રહ્યા છે. જો કે તે વચ્ચે પચ્છિમ કચ્છ એ ગત મોડી રાત્રે ભુજ નજીકની એક હોટલમાં ચાલતી મોટી જુગાર પર દરોડો પાડ્યો છે. જેમાં 13 ખેલીઓ 6 લાખથી વધુની રોકડ તથા 30.92 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા છે. રમેશ વાલજી જાટીયા રહે.મમુઆરા ભુજ-ભચાઉ હાઇવે પર આવેલી હોટલ નિલકંઠમાં જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો. ઝડપાયેલા શખ્સોમાં રમેશ વાલજી જાટીયા દિનેશ મીઠાભાઇ પરમાર,રમેશ માવજી જાટીયા મજા રામજી ગોયલ,ગગુભાઇ અજાભાઇ જાટીયા,મનજી રતન બુચીયા,ભાવીક દિનેશ અનમ, રમેશ દેવજી આહિર,નારાણ પાંચા આહિર રાજેશ પરષોત્તમ ઠક્કર,જીજ્ઞેસ પરેશ ઠક્કર,વિશાલ સુરેશ ઠક્કર,જગદીશ રતીલાલ મકવાણાનો સમાવેશ થાય છે. જેમાં જગદીશ મકવાણા ટ્યુશન શિક્ષક અને સંચાલક છે. જ્યારે જીજ્ઞેસ ઠક્કર આર.ટી.ઓ એજન્ટ છે. જ્યારે અન્ય ખાનગી નોકરી, ખેતી અને ટ્રાસ્પોર્ટના વ્યવસાય સાથે સંકડાયેલા પ્રતિષ્ઠીત વ્યક્તિઓ છે તો પોલિસ તપાસમાં રોકડ રકમની બદલે કોઇન રાખ્યા હતા જે રોકડ તપાસ દરમ્યાન પાર્ક કરેલી ગાડીમાંથી ઝડપી પાડ્યા હતા પોલિસે આપેલી પ્રાથમીક વિગતો મુજબ જુગાર રમવાની ટેવ ધરાવતા આ શખ્સો અગાઉ પણ અલગ-અલગ વિસ્તારોમાં જુગાર રમવા માટે એકઠા થતા હતા પરંતુ ચોક્કસ બાતમીના અભાવે તેના સુધી પહોંચી શકાયુ ન હતુ પરંતુ ગઇકાલે હોટલમાં જુગારનો પડ મંડાયો હોવાની સચોટ બાતમીના આધારે આ કાર્યવાહી કરાઇ છે