હમેંશા વિવાદો અને સારવારના અભાવના મુદ્દે ચર્ચામા રહેતી અદાણી સંચાલીત જી.કે. જનરલ હોસ્પિટલમાં માનવતા પણ મહેકે છે આવા અનેક કિસ્સાઓ અગાઉ પણ સામે આવ્યા છે. પંરંતુ દોઢ વર્ષની સારવાર બાદ એક વ્યક્તિને સ્વસ્થ કરી હોસ્પિટલ મેનેજમેન્ટે તેને પોતાના વતન મોકલ્યા છે. આજથી ૧૬ માસ પૂર્વે ૧લી એપ્રિલ ૨૦૨૦ના રોજ ૧૦૮ મારફતે ૫૬ વર્ષની વયના આધેડને લાવવામાં આવ્યો ત્યારે તેનું કોઈ વારસ નહોતું. તેથી હોસ્પિટલમાં અજ્ઞાત વ્યક્તિ તરીકે તેને દાખલ કરી સારવાર આપવાની શરૂઆત કરાઇ. શરીર અશક્ત હતું, બી.પી. તો હતું જ સાથે પેરાલિસિસનો હળવો એટેક પણ હતો. તેમ હોસ્પિટલના મેડિસિન વિભાગના તબીબ અને આસી. પ્રો. ડો.ચંદન ચુડાસમાએ જણાવ્યુ હતું, તેમના જણાવ્યા અનુસાર આવા અજાણ્યા દર્દીને અવગણી શકાય નહીં. એટ્લે તુરંત હોસ્પિટલ ખુદ વાલીની ભૂમિકામાં આવી ગઈ. દર્દીના તમામ રિપોર્ટ કરવામાં આવ્યા. કોરોનાના લક્ષણો ન હતા છ્તા જરૂરી ટેસ્ટ કરાવી એટલું જ નહીં તે બોલી ચાલી શકતો ન હોવાથી તેના શારીરિક લક્ષણો ઉપરથી જરૂરી તમામ રિપોર્ટ તૈયાર કરી તેને સારવાર આપવાની શરૂ કરી જે બહુ લાંબા સમય સુધી ચાલી. દરમિયાન તેને ખવડાવાની, નવડાવવાની, દવા આપવાની તમામ જવાબદારી હોસ્પિટલના સ્ટાફે નિભાવી. એટલું જ નહીં ફિઝિયોથેરાપી વિભાગના તેને નિયમિત કસરત કરાવી. અંતે તે અસ્પષ્ટ બોલતા અને સાંકેતિક ભાષામાં વાત કરતો થયા. પ્રથમ દ્રષ્ટિએ તે પંજાબી જાણતા અહીના પંજાબી સિક્યુરિટી સ્ટાફની મદદથી તેમજ અન્ય આધારે તેનું નામ મલ્કિતસિંઘ પાલસિંઘ જાણવા મળ્યું. લાંબા સમય સુધી હોસ્પિટલમાં અજાણી વ્યક્તિ કાયમ રાખી ન શકાય. તેથી સિક્યુરિટી વિભાગ દ્વારા જુદી જુદી સંસ્થાનો સંપર્ક કર્યો પણ ભાષાના પ્રશ્નો હોવાથી મુશ્કેલી ઊભી થઈ. દરમિયાન સોશિયલ મીડિયા મારફતે પંજાબના લુધિયાણા જિલ્લાના સરભા વિસ્તારનો ગુરુ અમરદાસ અપાહાજ આશ્રમ તેને સ્વીકારવા તૈયાર થયો. દરમિયાન ભુજની મોહમ્મદી ચેરિટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ અબ્બાસભાઈ માંજોઠીએ સંસ્થાના વાહન મારફતે તેના માદરે વતન તેને પહોંચાડવાનું બીડું ઝડપ્યું અને નિર્વિધ્ને તેને માદરે વતન પહોંચાડવા પહેલા તેનો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવી રવાના કરાયો