Home Crime હરિયાણાથી બ્રાન્ડેડ દારૂ કચ્છમાં વહેંચવા લાવેલા માંડવીના 3 યુવાનો ભુજમાં LCB ના...

હરિયાણાથી બ્રાન્ડેડ દારૂ કચ્છમાં વહેંચવા લાવેલા માંડવીના 3 યુવાનો ભુજમાં LCB ના હાથે ઝડપાયા

1396
SHARE
પચ્છિમ કચ્છમાં કડક દારૂબંધીના પ્રયાસો વચ્ચે પણ દારૂ ધુસાડવાના નવા-નવા કિમીયા કરી બુટલેગરો કરી રહ્યા છે. દારૂ ધુસાડવાનો પ્રયાસ આવોજ કાઇક ઇરાદા સાથે માંડવીના 3 યુવાનો હરિયાણાથી મોંધા દારૂનો જથ્થો લઇ આવ્યા હતા. પરંતુ આજે પચ્છિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સચોટ બાતમીના આધારે ભુજના દાદુપીર રોડ પર વહોંચ ગોઠવી હતી જેમાં મુળ માંડવીના 3 યુવાનો કાર તથા દારના જથ્થા સાથે ઝડપાઇ ગયા છે. ઓફીસ બેગમાં દારૂનો જથ્થો પડ્યો હતો જેથી કોઇને શંકા ન જાય આજે લોકલ ક્રાઇમ બ્રાન્ચને સચોટ બાતમી હતી કે દાદુપીર રોડથી ભીડ તરફ આવી રહેલી એક શંકાસ્પદ કારમાં દારૂની હેરફેર થાય છે જે આધારે તપાસ કરતા જી.જે.12.બી.આર-2423 નંબરની ઝાયલો કારમાંથી પોલિસને મોંધા પ્રકારની અલગ-અલગ બ્રાન્ડની 27 બોટલ મળી આવી હતી.LCB એ પાંચોટીયાના પુનશી આલા ગઢવી,સલાયા માંડવીના અવલ શંકર ચુડાસ્મા તથા માંડવીના નિરવ તુલસીગર ગુંસાઇની 3.40 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. અને વધુ તપાસ માટે બી-ડીવીઝન પોલિસને સોંપવામાં આવ્યા છે. પોલિસની પ્રાથમીક તપાસમાં આ યુવાનોએ કબુલાત કરી છે કે દારૂનો જથ્થો તેઓ ગુડગાંવ હરિયાણાથી લાવેલ છે. પચ્છિમ કચ્છમાં જે રીતે દારૂની બદ્દી પર પોલિસની નજર છે. તેવામાં આવા બ્રાન્ડેડ દારૂની બોટલો ઉંચી કિંમતે વહેંચાય છે. પરંતુ માંડવીના 3 યુવાનો તે પહેલાજ ઝડપાઇ ગયા