કચ્છમાં સ્થિતી સૌથી મોટા ખાનગી પોર્ટમાં દુર્ધટનાનો એક લાઇવ વિડીયો વાયરલ થયો છે. આજે સવારે ઓપરેશનલ કામગીરી દરમ્યાન સ્લીંબ તુટી પડતા ઉપરથી મહાકાય રેલ્વે ઇન્જીનનો ભાગ નીચે પટકાયો હતો.. આસપાસ મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત હતા પરંતુ સદ્દનશીબે કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ આખી ધટના કેમેરામાં કેદ થયા બાદ આજે વાયરલ થઇ હતી. આ અંગે અદાણી પોર્ટના સત્તાવાર સાધનોએ વિગત આપતા જણાવ્યુ છે. કે વિડીયો ગઇકાલનો છે અને ગઇકાલે અદાણી મુન્દ્રા સીટી પોર્ટ નંબર 3 નજીક લિફ્ટ ઓપરેશન દરમ્યાન કોઇ ટેકનીકલ ખામી સર્જાઇ હતી. જેને લઇ રેલ્વે એન્જિનનો લોડીંગ કરાયેલો નિચે પટકાયો હતો. અને તેમા કોઇ જ પ્રકારની જાનહાની સર્જાઇ નથી. એ.પી.એ.સી.ઝેડના સત્તાવારોએ જણાવ્યુ હતુ. કે ઓપરેશનલ કામગીરી દરમ્યાન કોઇ જાનહાની થઇ નથી અને પોર્ટની કામગીરી પર પણ તેની અસર થઇ નથી દુર્ધટનાનુ સચોટ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. અને તમામ ધારાધોરણ અને ચોક્કસાઇ સાથે કામ કરાઇ રહ્યુ છે. જો કે જીવંત વિડીયો જોઇ એક સમયે ઉપસ્થિત સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા. જુવો લાઇવ વિડીયો