Home Crime કચ્છમાં સતત બીજા દિવસે કાયદાના લીરા ઉડાડતો વિડીયો વાયરલ! હવે રાપરના સુવઇ...

કચ્છમાં સતત બીજા દિવસે કાયદાના લીરા ઉડાડતો વિડીયો વાયરલ! હવે રાપરના સુવઇ ગામે લગ્નમાં ફાયરીંગ

4036
SHARE
કચ્છમાં થોડા વર્ષોથી ગન કલ્ચર ખુબ વધ્યુ છે. કાયદેસર રીતે હથિયારો રાખવા તથા ગેરકાયદેસર રીતે હથિયારો રાખી કાયદો વ્યવસ્થા માટે જોખમ મુકાય તેવા અનેક બનાવો ભવિષ્યમાં બની ચુક્યા છે અને ક્યાક કાર્યવાહી થઇ છે. તો ક્યાક મોટા માથાઓ દ્રારા થયેલા આવા કૃત્યો સામેજ આવ્યા નથી જો કે હાલ જ્યારે કોરોના મહામારી બાદ લગ્નમાં નિયમો થોડા હળવા કરાયા છે ત્યારે લગ્નમાં મોટી સંખ્યામા હાજરી સાથે ફાયરીંગની ધટના પણ બની રહી છે. ગઇકાલે જ્યા ભચાઉમાં થોડા દિવસ પહેલા યોજાયેલી શાદીમાં 8 રાઉન્ડ હવામાં ફાયર થયા હતા અને તેનો વિડીયો સામે આવ્યા હતા. ત્યા આજે લગ્ન પ્રસંગમાં થયેલ ફાયરીંગની બીજી ધટના સામે આવી છે. અને આ વાયરલ થયેલા વિડીયો સાંસદે દત્તક લીધેલા રાપર તાલુકાના સુવઇ ગામનો હોવાનુ પ્રાથમીક રીતે સામે આવ્યા બાદ પોલસે આ મામલે પણ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
લગ્નમાં ફાયરીંગથી વટ પાડવાનો ક્રેઝ
કચ્છમાં અગાઉ પણ અનેક લગ્ન પ્રસંગોએ હવામાં ફાયરીંગ કરવાની ધટનાઓ પ્રકાશમાં આવી છે અને પોલિસે કાર્યવાહી પણ કરી છે. પરંતુ તેનુ પરિણામ ન મળ્યુ હોય તેવુ લાગી રહ્યુ છે. અને તેથીજ બે-રોકટોક કાયદાનો ડર રાખ્યા વગર ઉપરાઉપરી ફાયરીંગની ધટનાઓ બની રહી છે. ગઇકાલે ભચાઉના સીતારામ નગરમાં શાદીમાં થયેલા ફાયરીંગના વિડીયો સામે આવ્યા બાદ ભચાઉ પોલિસે 3 શખ્સો અબ્દુલ સુલેમાન કુંભાર,જાવેદ વલિમામદ કુંભાર તથા અલીમામદ સુલમામદ કુંભાર સામે ફરીયાદ નોંધી તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ તે વચ્ચે રાપરના સુવઇ ગામે ગઇકાલે યોજાયેલ લગ્ન પ્રસંગના બે વિડીયો સામે આવ્યા છે. જેમા પણ ઉપરા-ઉપરી હવામા ફાયરીંગ કરી વટ પાડતા શખ્સો નઝરે પડી રહ્યા છે. જે મામલે પણ પોલિસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ ક્ષત્રિય સમાજમાં આયોજીત લગ્નમાં આ ફાયરીંગ થયુ હોવાનુ મનાય છે પરંતુ પોલિસ વધુ તપાસ કરે ત્યાર બાદ ફાયરીંગ કરનાર કોણ છે તે સામે આવશે  પરંતુ બે દિવસમાં બે ધટના ફાયરીંગની સામે આવતા સવાલો ચોક્કસ અનેક ઉભા થાય છે.
કચ્છમા અગાઉ પણ આવા અનેક બનાવો સામે આવ્યા છે. પરંતુ તેમા ક્યાક કડક કાર્યવાહી ન થઇ હોવાનુ આ પરિણામ છે. કે ડર વગર લોકો ધડાધડ ફાયરીંગ કરી લગ્નમા ઉપસ્થિત લોકોના જીવ જોખમમાં મુકી રહ્યા છે માત્ર પોતાના વટ માટે તેવામાં પોલિસ અને હથિયારોની મંજુરી આપનાર વિભાગ કડક કાર્યવાહી આવા શખ્સો સામે કરે તે જરૂરી છે. કેમકે સરહદીય જીલ્લામાં આવી લાપરવાહી ભવિષ્યમાં મોટુ જોખમ સર્જી શકે તેમ છે. તેવામાં માત્ર ફરીયાદ નહી પરંતુ પોલિસ કડક કાર્યવાહી કરે તે જરૂરી અને કાયદાના હિતમાં છે. જુવો કચ્છમાં બે અલગ-અલગ ધટનાના વિડીયો