Home Social મંત્રી વાસણ આહિરના ગામનો આ CCTV વિડીયો ધણુ કહી જાય છે! શુ...

મંત્રી વાસણ આહિરના ગામનો આ CCTV વિડીયો ધણુ કહી જાય છે! શુ આવી છે કાયદો વ્યવસ્થાની સ્થિતી?

9020
SHARE
ગેરકાયદેસર હથિયારો રાખવા,જાહેરમાં પોલિસના ડર વગર લગ્ન પ્રસંગમાં ફાયરીંગ,માદક દ્રવ્યોની બેરોકટોક હેરફેર અને ગેરકાયદેસર પ્રવૃતિઓ ચલાવવી પોલિસ તેના પર કાર્યવાહી તો કરે છે પરંતુ તે ક્યાકને ક્યાક બે અસર હોય તેવા કિસ્સાઓ અવાર-નવાર પ્રકાશમા આવતા હોય છે. આવોજ એક કિસ્સો CCTV વિડીયો મારફતે વાયરલ થઇ સામે આવ્યો છે. આમતો આ કિસ્સો બે સમાજના કૌટુબીંક સંબધીઓ વચ્ચે થયો હોવાનુ ચર્ચાય છે. પરંતુ જે જગ્યાએ આ બનાવ બન્યો છે તે જોઇને ચોક્કસ એમ થાય કે કચ્છમાં શુ કાયદો વ્યવસ્થાની સ્થિતી આવી છે.? કેમકે જ્યા રાજ્યના મંત્રી વાસણ આહિર રહે છે તે ગામ રતનાલનો આ વિડીયો છે. અને હથિયારો સાથે મારામારીનો બનાવ તેમના કાર્યાલય સામેજ આવેલી હોટલમાં જાહેરમાર્ગ પર બન્યો છે. જો કે પારિવારીક મામલો હોવાથી આ મામલે પોલિસ ચોપડે કોઇ બનાવ નોંધાયો નથી પરંતુ સી.સી.ટી.વી કેમેરાના દ્રશ્ર્યો વાયરલ થયા છે.
મંત્રીજીના ગામમાં કોઇને કાયદાનો ડર નથી?
કચ્છની સાંપ્રત સમસ્યાઓ પર કચ્છના ચુંટાયેલા પ્રતિનીધીઓ રસ લઇ સ્થિતી સુધારે તેવી લોકોની માંગ હોય છે. પરંતુ કચ્છમાં જગ્યા-સ્થળ જોયા વગર બનતા આવા બનાવો ધણુ કહી જાય છે. જે CCTV વિડીયો વાયરલ થયો છે તે બનાવ 14 તારીખે રતનાલ ગામે બન્યો છે અને તેમાં મંત્રી વાસણ આહિરની ઓફીસની તદ્દન સામેજ બન્યો છે. જેમાં સામે આવેલી હોટલ પર કેટલાક શખ્સો આવે છે પહેલા ધાકધમકી કરે છે અને ત્યાર બાદ મારમારી કરવા તુટી પડે છે. જેમાં વિડીયોમાં દેખાઇ રહ્યુ છે. કે લાકડી જેવા હથિયાર સાથે શખ્સો રીતસરના તુટી પડે છે અને હોટલમાં બન્ને સંચાલકો લોહીલહાણ થઇ જાય છે. પરંતુ ન તો આ મામલે ફરીયાદ નોંધાઇ છે. કે ન કોઇ પોલિસ કાર્યવાહી થઇ છે. આ અંગે અંજાર પોલિસના પી.આઇનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ હતુ કે બન્ને કૌટુબીંક સંબધીઓ હોવાથી ફરીયાદ કરવાનુ ટાળ્યુ છે. પરંતુ અહી સવાલ એ છે. કે મંત્રીના ગામમાં શુ કોઇને કાયદાનો ડર જ નથી ઘરેલુ ઝધડો હોય અંગત અદાવત પરંતુ જાહેરમાં પબ્લીક વચ્ચે ડર ઉભો થાય તેવુ વાતવરણ વિડીયો જોતા સર્જાયુ છે તેવુ ચોક્કસ માની શકાય તો વડી મામલો ભલે અંગત હોય કે ઘરેલુ પરંતુ તેમાં થયેલી મારામારી જાહેરમાં થઇ હતી અને અને CCTV વિડીયો મારફતે જાહેર પણ થઇ ગઇ છે
કચ્છમાં ખનીજ ચોરી હોય કે પછી પવનચક્કી કંપનીઓની દાદાગીરી બેઝ ઓઇલનો ધીકતો ધંધો કચ્છના ચુંટાયેલા પ્રતિનીધીઓ જાહેરમાં તેની સામે કે તેના વિષે બોલતા ખચકાટ અનુભવતા હોય તેવુ નાગરીકોએ હમેંશા અનુભવ્યુ છે. પરંતુ સમગ્ર કચ્છમાં તો ઠીક છે. પરંતુ મંત્રીજીના ગામમાંજ જ્યા કાયદાનો ડર ન હોય તે રીતના દ્રશ્ર્યો સામે આવતા ચોક્કસ અનેક સવાલો ઉભા થાય ભલે કૌટુંબીકો વચ્ચે ઝધડો થયો હોય પરંતુ હવે તે જાહેર થઇ ગયો છે. અને કદાચ વિડીયો જોતા કલેકટરના હથિયાર અને જાહેર સુલેહશાંતિના જાહેરનામાનો ભંગ થતો હોય તેવુ પ્રથમ દ્રષ્ટીએ લાગી રહ્યુ છે. ત્યારે જોવુ રહ્યુ કે આ બનાવ સંદર્ભે મંત્રી શ્રી અને પોલિસ હવે શુ સ્ટેન્ડ લે છે જો કે વિડીયો જોતા વાસણ આહિરે હવે કચ્છ પર જે રીતે પકડ ધરાવે છે તેવીજ પકડ પોતાના ગામ પર મેળવવાની જરૂર છે.

https://www.youtube.com/watch?v=4H-hzs7jOY0&authuser=0