ભુજ પાલિકામાં જન્મ-મરણ શાખામાં કૌભાંડ આચરનાર કર્મીને પાણીચું..!

કર્મચારી રાત્રિના સમયે આઠ વાગ્યા પછી દાખલ કાઢી ચીફ ઓફિસરની ડિજિટલ સિગ્નેચરનો ગેરઉપયોગ કરતુ હોવાનું ચીફ ઓફિસરના ધ્યાનમાં આવતા એકને બરતરફ કરી એકને સસ્પેન્ડ કરાયો અઠવાડીયા પહેલા સામે આવેલા મામલામાં એક અઠવાડીયાથી અપાયેલી અરજી મામલે હજુ પોલીસ ફરીયાદ દાખલ ન થતા રાજકીય દબાણની ચર્ચા પણ તેજ

ભુજ નગર પાલિકાના જન્મ મરણ શાખામાં એક મોટુ કૌભાડ સામે આવ્યુ છે. જેમાં જન્મ મરણના દાખલામાં ફેરફાર કરવા માટે સત્તામાં ન હોવા છંતા કૌભાડ આંચરી કર્મચારીએ રાત્રના આઠ વાગ્યા પછી અને ચીફ ઓફીસરની ડિઝીટલ સહિનો ખોટો ઉપયોગ કરી દાખલા કાઢી નાંખવાનો મામલો સામે આવતા સમગ્ર કચેરીમાં હડકંપ મચી ગયો છે. જો કે ચીફ ઓફીસરે તાત્કાલીક અસરથી ફરજમા બેદરકારી બદલ બે કર્મચારીઓને છુટા કરી દીધા છે. પરંતુ એક સપ્તાહ પહેલાના આ ચર્ચાસ્પદ મામલામાં હજી સુધી ફરીયાદ ન થતા અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે.વિગતે વાત કરીએ તો થોડા દિવસ પહેલા તપાસ દરમ્યાન ધ્યાનમાં આવ્યુ હતુ. કે જન્મ મરણ શાખાના કર્મચારી દ્વારા રાત્રીના સમયે આઠ વાગ્યા પછી દાખલા કાઢી આપવામાં આવી રહ્યા છે. અને જેના માટે ચીફ ઓફિસરની ડિજિટલ સિગ્નેચરનો પણ ગેરઉપયોગ કરાઇ રહ્યો છે. જેની તપાસ કરતા આવા ત્રણ કિસ્સામાં પ્રાથમીક રીતે ખોટુ થયુ હોવાનુ સામે આવ્યુ હતુ. જેના પગલે તાત્કાલીક અસરથી સમગ્ર કોભાંડ આચરનાર રેહાન માંજોઠીને બરતરફ કરી દેવાયો હતો.જ્યારે અન્ય એક કર્મચારી વિનયને સસ્પેન્ડ કરી દેવાયો હતો. સમગ્ર મામલે ચીફ ઓફીસરનો સંપર્ક કરતા તેઓએ બનાવને સમર્થન આપી સમગ્ર મામલે પોલીસ તપાસ માટે અરજી કરી હોવાનુ જણાવ્યુ હતુ. જો કે ચીફ ઓફીસરે કર્મચારીના નામ આપવાનો ઇન્કાર કર્યો હતો.પરંતુ બનાવને સમર્થન આપ્યુ હતુ.કૌભાડ કરનાર કર્મચારી પાલિકામાં ત્રણ વર્ષથી વિવિધ બ્રાન્ચમાં ફરજ બજાવતો હતો.

મહાકૌભાડમાં ફરીયાદ પોલીસ ફરીયાદ કેમ નહી….

સમગ્ર મામલો ધ્યાનમાં આવ્યા બાદ ચીફ ઓફીસરને ભ્રષ્ટાચારની ગંધ આવતા સમગ્ર મામલાની તપાસ કરાવી હતી. અને જેમાં મુખ્ય આરોપી એવા હંગામી કર્મચારી રેહાન માંજોઠીએ રાત્રિના આઠ વાગ્યા પછી દાખલ કાઢ્યા હોવાનુ ખુલ્યુ હતુ. સાથે ચીફ ઓફિસરની ડિજિટલ સિગ્નેચરનો ગેરઉપયોગ થયો હોવાનુ પણ પ્રાથમીક તપાસમાં સામે આવ્યુ હતુ. જેથી તાત્કાલીક અસરથી બે કર્મચારીઓને છુટા કરી દેવાયા હતા. જો કે સમગ્ર મામલે એક સપ્તાહ જેટલો સમય થઇ ગયો પરંતુ હજુ સુધી પોલીસ ફરીયાદ નોંધાઇ નથી. ચીફ ઓફીસર ટ્વીંકલ પટેલે કહ્યુ હતુ. તેણે પોલીસને સમગ્ર મામલે અરજી આપી છે. જે મામલે ટુંક સમયમાં ફરીયાદ નોંધાઇ જશે જો કે રાજકીય દબાણનો તેઓએ અસ્વીકાર કર્યો હતો. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અટક આગળ-પાછળ કરવા અને ખાસ કરીને 2015 પહેલાના સુધારાના મામલામાં મોટા પ્રમાણમાં આવી ગેરરીતી થઇ હોવાની શક્યતા છે. જો કે હવે સમગ્ર મામલે પોલીસ રેહાન માંજોઠી સામે ફરીયાદ નોંધી તપાસમાં શુ ખુલાસા કરે છે. તેના પર સૌની નજર મંડાયેલી છે.

મામલો દબાવવા રાજકીય દબાણની પણ ચર્ચા..!

એક સપ્તાહ પહેલા થયેલી આ કાર્યવાહી હજુ સુધી ઉજાગર થઇ નથી તેના પાછળ રાજકીય દબાણ કામ કરતુ હોવાની પણ ચર્ચા છે.જો કે ચીફ ઓફીસરે આવા દબાણનો ઇન્કાર કર્યો હતો. પરંતુ સુત્રોના જણાવ્યા મુજબ જે કર્મચારી રેહાન માંજોઠી આવુ કૌભાડ કરતા ઝડપાઇ ગયો છે.તે ભાજપના વર્તમાન અને પુર્વ કાઉન્સીલરનો નજીકનો સંબધી થાય છે.જેના પગલે ભાજપનાજ કેટલાક રાજકીય નેતાઓ આ કિસ્સો બહુ ચર્ચામાં ન આવે અને પોલીસ ફરીયાદ પણ ટલ્લે ચડે તે માટે પ્રયત્નશીલ હોવાની ચર્ચા છે.ભુજ શહેર ભાજપના એક મોટા હોદ્દાદારો સાથે કૌભાડ કરનારના નજીકના સંબધી એવા રાજકીય આગેવાનો પણ પડદા પાછળથી દબાણ ઉભુ કરી રહ્યા છે.ત્યારે જોવુ એ રહ્યુ.આર્થીક ફાયદા માટે કરાયેલી આ ગેરરીતીમાં ક્યારે પોલીસ ફરીયાદ નોંધે છે.? કેમકે ચીફ ઓફીસરની અરજી છંતા પોલીસ ફરીયાદ ન નોંધે તે વાત સામાન્ય લોકો અને પાલિકા કર્મચારીઓના ગળે ઉતરતી નથી.જો કે ભાજપના જ અગ્રણી એવા કૌભાડીના સંબધી આવા મામલાથી અંતર રાખવાને બદલે તેના છાવરવામાં સક્રિય બનતા તેની ચર્ચા રાજકીય પાર્ટીમાં છે.

ભુજ નગરપાલિકામાં ચર્ચીત બનેલા આ મામલામાં રાજકીય અગ્રણીના સંબધીની મુખ્ય સંડોવણીથી આ કિસ્સો વધુ ચર્ચીત બન્યો છે.જો કે સરકારી રેકર્ડ સાથે નિયમ વિરૂધ્ધ કરાતી કામગીરીના ગંભીર મામલે ખરેખર તાત્કાલીક ફરીયાદ નોંધી તેની ઉંડાણપુર્વકની તપાસ માટેની પ્રક્રિયા હાથ ધરવી જોઇએ તે જરૂરી છે. જો કે આવુ કૌભાડ કેટલા સમયથી ચાલતુ હતુ અન્ય કર્મચારીઓની શુ ભુમિકા હતી. આવા કેટલા જન્મ-મરણના દાખલામાં ફેરફાર કરાયા તે સહિતની વિગતો ભવિષ્યમાં મોટા ધડાકા સર્જી શકે છે. જેના પર સૌની મીટ મંડાયેલી છે.