ગુજરાતમાં બેફામ દારૂની મહેફીલ,હેરફર અને વહેંચાણ-પીવાનો મામલો ફરી રાજકોટ પાર્ટીથી ચર્ચામાં છે.તે વચ્ચે ફરી એક વાર કચ્છમાં સ્થાનીક પોલીસના નાક નીચેથી અને જ્યા પુર્વ કચ્છ પોલીસવડાની કચેરી સ્થિત છે. તેવા ગાંધીધામ વિસ્તારમાંથી એસએમસીએ ફરી લાખોનો દારૂ ઝડપ્યો છે. એક તરફ પુર્વ કચ્છ પોલીસે ડ્રગ્સ હેરફેર પર સર્જીક્લ સ્ટ્રાઇક કરી હતી. પરંત તે વચ્ચે એસએમસી પુર્વ કચ્છમાં મોટુ ઓપરેશન કરી ગયુ હતુ.
કચ્છમાં બેફામ દારૂની હેરફેર સહિત ખનીજ ચોરી સહિત અનેક ગેરકાયદેસર પ્રવૃતિઓએ માજા મુકી છે. તે વચ્ચે આજે પુર્વ કચ્છમાં પોલીસે બે સ્થળે ડ્રગ્સના દુષણ પર મોટી કાર્યવાહી કરી હતી. અને ત્રણ શખ્સોને મોંધા પ્રકારના ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા.એક તરફ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર નશીલા માદક પદાર્થ મેફેડ્રોન (MD) સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં કાર્યવાહી દરમ્યાન નિખિલ માંગીલાલ ગેહલોત (ઉ.વ. ૨૦, રહે. ભક્તિધામ સોસાયટી, મકાન નં. ૨૭૮, મેઘપર બોરીચી, તા. અંજાડ) ૨.૯૦૦ મિલીગ્રામ ગેરકાયદેસર મેફેડ્રોન (MD) ડ્રગ્સ સાથે ઝડપાઇ ગયો હતો. તો બીજી તરફ આદિપુર પોલીસની મોટી કાર્યવાહી કરી રૂ. ૨.૬૯ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં કાર્યવાહી દરમ્યાન રમેશકુમાર ખેમારામ મેઘવાલ (ઉ.વ.૨૩, રહે. હાલે અંબાજી સીટી સોસાયટી, વર્ષામેડી, અંજાડ; મૂળ રહે. મંગનાણીઓકી ઢાણી, ઘોરીમન્ના, બાડમેર, રાજસ્થાન)તથા દિનેશકુમાર કલારામ મેઘવાલ (ઉ.વ.૨૬, રહે. મંગનાણીઓકી ઢાણી, ઘોરીમન્ના, બાડમેર, રાજસ્થાન) પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ (વજન ૭૧.૨૬૦ ગ્રામ): કિંમત રૂ. ૨,૧૩,૭૮૦/ તથા અન્ય મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ કિસ્સામાં વાન્ટેડ આરોપી તરીકે અશોક ભજનારામ જાણી (બિશ્નોઈ) – રહે. બાડમેર, રાજસ્થાનનુ નામ ખુલ્યુ છે. આમ બે દરોડોમાં પુર્વ કચ્છ પોલીસે લાખો રૂપીયાના ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા.આમ પુર્વ કચ્છમાં ડ્રગ્સની નાબુદીના લક્ષ્ય સાથે મોટી કાર્યવાહી કરાઇ હતી. આ સફળ કામગીરી એસ.એન. કરંગીયા,પો.સબ.ઇન્સ. આર.એમ. ડુવા તથા આદિપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
ડ્રગ્સ વચ્ચે SMC દારૂનુ ઓપરેશન કરી ગઇ….
એક તરફ ડ્રગ્સ પર પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. પુર્વ કચ્છમાં આ પહેલા પણ ડ્રગ્સની હેરફેર પર મોટી કાર્યવાહી કરાઇ છે. તે વચ્ચે ફરી એક વાર પુર્વ કચ્છ પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરતી કાર્યવાહી એસએમસીએ કરી હતી.કાર્યવાહીના ભાગરૂપે SMCની ટીમે પૂર્વ કચ્છ-ગાંધીધામના B-ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સફળ રનીંગ રેઇડ કરીને લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.પડાણા ગામ વિસ્તારમાં આવેલી ‘મીની પંજાબ હોટલ’ આગળ રનીંગ રેઇડ કરી હતી.SMCની ટીમે દારૂના જથ્થા ઉપરાંત પરિવહન માટે વપરાયેલ વાહન, 01 મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ મળી કુલ 19,49,336/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.તનસિંહ મુલસિંહ સોઢા (રહે. સોમરાડ, તા. સેડુવા, જિ. બાડમેર, રાજસ્થાન) મુ્દ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા.રતનસિંહ સોઢા (રહે. સીહાણી ગામ, બાડમેર, રાજસ્થાન)નુ નામ ખુલ્યુ હતુ. પુર્વ કચ્છ પોલીસ વડા સહિત મહત્વના અધિકારીઓ જ્યા બસે છે તેવા ગાંધીધામ નજીક જ એસએમસીએ કરેલી કાર્યવાહીથી આ દરોડોની ચર્ચા પોલીસ બેડા સહિત તમામ જગ્યાએ છે.
કચ્છમાં એસએમસી સમયાંતરે દરોડા પાડી પુર્વ તથા પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરી રહી છે.સ્થાનીક ઉચ્ચ અધિકારી નાના કર્મચારી-અધિકારી સામે કાર્યવાહી કરી સંતોષ માની રહી છે.પરંતુ મહત્વની બ્રાન્ચ,રેન્જ કચેરીના હોબાસ અધિકારી સહિતના તમામ વિભાગો સામે એસમસીની કાર્યવાહી સવાલો ઉભા કરી રહી છે.ત્યારે જોવુ રહ્યુ ડ્રગ્સના દુષણ સાથે દારૂની બદ્દી સામે સ્થાનીક પોલીસ ક્યારે કડક કાર્યવાહી કરે છે…જો કે આ તમામ વચ્ચે પુર્વ કચ્છના મહત્વના મથકો પર ખુલ્લેઆમ અને માંગો તો દારૂ મળતો હોવાની ફરીયાદ છે.











