Home Current કચ્છના લોક પ્રશ્નોને વાચા આપવા હવે જીજ્ઞેશ મેવાણી આપને દ્વાર :...

કચ્છના લોક પ્રશ્નોને વાચા આપવા હવે જીજ્ઞેશ મેવાણી આપને દ્વાર : 12 અને 13 જૂન બે દિવસ સાંભળશે લોકોની ફરિયાદ

2857
SHARE
આગામી 12 અને 13 જૂનના બે દિવસ માટે ફરી જીજ્ઞેશ મેવાણી કચ્છ આવી રહ્યા છે રાપર મધ્યે જમીન કબ્જા સોંપણી કાર્યક્રમમાં ભાગ લેવા આવી રહેલા  શ્રી મેવાણી બે દિવસ દરમ્યાન કચ્છના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોના અટવાયેલા પ્રશ્નો જાણશે ખાસ કરીને 13 જૂનના સવારે જિલ્લા કલેકટર કચેરી બહાર લોક પ્રશ્નો સાંભળશે તેમના આ પ્રવાસના આયોજન અંગે મળેલી બેઠકમાં જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ નરેશ મહેશ્વરી,દયાલભાઈ વણકર, સહિતના આગેવાનોએ તેમના પ્રવાસના આયોજન અને કચ્છના લોક પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી. જીજ્ઞેશ મેવાણી આપને દ્વાર અંતર્ગત થનારા આ આયોજનમાં કચ્છના પડતર પ્રશ્નોથી માંડીને લોકોની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરાશે આ માટે કચ્છના લોકોને ભુજના કાર્યક્રમ દરમ્યાન પોતાના પ્રશ્નો રજૂ કરવા અપીલ કરાઈ છે. લોક પ્રશ્નોની સાથે સાથે કચ્છમાં સભાઓનું પણ આયોજન કરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે  ઉલ્લેખનીય છે કે કચ્છના પ્રજાહિતના પ્રશ્નો માટે સ્થાનિક પ્રતિનિધિઓ પરિણામલક્ષી કામગીરીમાં રસ દાખવતા નથી અથવા તો કોઈ પ્રશ્નો હલ કર્યા હોય તો લોકો સમક્ષ કામના લેખા-જોખા કરતા નથી. ત્યારે જીજ્ઞેશ મેવાણીએ કચ્છમાં આદરેલી લડત બાદ મળેલા પરિણામે કચ્છમાં પોતાના પ્રશ્નોથી વંચિત રહેલા લોકોમાં ભરોસા સાથે વિશ્વાસ જગાવ્યો છે ત્યારે ફરી તેમની કચ્છ મુલાકાત લોકોમાં નવી આશા જગાવશે એવું લાગી રહ્યું છ
જીજ્ઞેશ મેવાણીએ અગાઉ કરેલી લડતના મળેલા પરિણામો બાદ ન્યૂઝ4કચ્છ એ 14 એપ્રિલના સ્થાનિક જનપ્રતિનિધિઓને કરેલી ટકોર બાદ કોઈ ખાસ લોક પ્રશ્નો ઉકેલાયા નથી એ પણ હકીકત છે શું હતી ન્યૂઝ4કચ્છ ની એ ટકોર ? વાંચવા માટે નીચે આપેલી લીન્કને ક્લિક કરો

જાણો કચ્છનાં ભાજપ અને કોગ્રેસના ધારાસભ્ય-સંસદ સહિતના જનપ્રતિનિધિઓને જીગ્નેશ મેવાણી શુ શીખવી ગયો ?