Home Crime કંડલામાં પાણીના ખાડામાં 4 બાળકો ન્હાવા પડ્યા પછી શું થયુ ? 

કંડલામાં પાણીના ખાડામાં 4 બાળકો ન્હાવા પડ્યા પછી શું થયુ ? 

1326
SHARE
કંડલાના શિરવા કેમ્પ ઝુંપડામાં વસવાટ કરતા 4 બાળકો આજે આસપાસ ભરાયેલા પાણીના ખાડામાં ન્હાવા માટે પડ્યા હતા. અને જોતજોતામાં ચાર બાળકો ડુબવા લાગ્યા હતા સ્થાનીક લોકોના ધ્યાને આ વાત આવતા તુરંત તમામ લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એક બાળક અને 3 બાળકીને ડુબતી બચાવી હતી જો કે સારવાર મળે તે પહેલા જુનેદ આલમ ઉ.10 નુ મોત નીપજ્યુ હતુ.
ત્રણ બાળકી અને એક બાળક આજે બપોરના સમયે પાણીના ખાડામાં ન્હાવા માટે પડ્યા હતા. પરંતુ તે ડુબવા લાગતા સ્થાનીક લોકો અને તેના પરિવારના સભ્યો પણ બચાવવા માટે દોડી ગયા હતા સદનશીબે 3 બાળકી સુફી આલમ ઉ.6 કુસ્મીદી આલમ ઉં.8 અને આફરીન મહમંદ ફકરુદીન નામની બાળકીનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતા પરિવારના સભ્યો હોસ્પિટલ દોડી ગયા હતા પરંતુ એક બાળકનુ મોત થતા પરિવારમાં શોક ફેલાયો હતો. તો મુસ્લિમ રાજકીય આગેવાનો પણ હોસ્પિટલમાં દોડી ગયા હતા. એક તરફ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. તેવામાં મુસ્લિમ પરિવારના બાળકનુ મોત થતા સમગ્ર વિસ્તારમા શોક ફેલાયો છે. કંડલા પોલિસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જો કે ઘટનામાં ત્રણ બાળકીઓ આબાદ બચાવી લેવાઇ હતી.