આજકાલ સોશીયલ મીડીયા પર ધર્મ અને જાતિ વિરૂધ્ધની ટીપ્પણીઓને લઇને જે તે સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. હમણાજ ગાંધીધામમાં મહેશ્ર્વરી સમાજના ઇષ્ટદેવ વિરૂધ્ધ કરાયેલી ટીપ્પણીને પગલે લોકો રસ્તા પર ઉતર્યા હતા અને પોલિસ અને સ્થાનિક લોકો વચ્ચે મામલો ગરમાયો હતો. ત્યારે હવે, ચારણ સમાજની આસ્થાના કેન્દ્ર એવા માં મોગલ વિરૂધ્ધ સોશીયલ મીડીયામાં અલગઅલગ આઇ.ડી પરથી થતી ટીપ્પણીને પગલે કચ્છનો ગઢવી ચારણ સમાજ રોષે ભરાયો છે. જુદીજુદી 10 આઇ.ડી પરથી લાંબા સમયથી માં મોગલ પર અભદ્ર ટીપ્પણીઓ કરાઇ રહી છે. ત્યારે આજે મુન્દ્રાના ગઢવી સમાજે વિશાળ રેલી સાથે આક્રોશ વ્યક્ત કરી મામલતદારને આવેદનપત્ર આપ્યુ છે,અને દિવસ 7માં આ શખ્સો વિરૂધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનપત્ર સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે, 7 દિવસમાં જો કાર્યવાહી નહી થાય તો ગઢવી સમાજ રસ્તા પર ઉતરી વિરોધ કરશે.
સોશીયલ સાઇટ ફેસબુક પર અપના અડ્ડા ગ્રુપમાં (1) મનિષ મંજુલાબેન ભારતીય(2)સદામ મલિક(3)રાહુલ રાવણ(4)રવિન્દ્ર ભારતીય(5)કૃણાલ પરમાર(6)અલ્પેસ માજીલા(7)અમાનુષ વર્મા(8)દિનેશ બૌધ્ધ(9)અરૂણ પટેલ(10)રાજેશ કુમાર પરમાર અને (11) દર્પણ ભારતીય સહિતના શખ્સો દ્વારા માં મોગલ પર અભદ્ર ટીપ્પણી થઇ રહી છે. જેના મુદ્દે સમાજમાં રોષ છે. અને આજે મોગલ સેના દ્વારા આ મુદ્દે મુન્દ્રામાં ઉગ્ર વિરોધ કરાયો હતો.