પરિવારના સભ્યો સાથે વિખૂટું પડવાનુ દર્દ શુ હોય તેની કલ્પના માત્રથી કંપારી છુટી જાય અને તેનુ દર્દ તો જે પરિવારથી વિખૂટું પડ્યુ હોય તેજ જાણે પરંતુ જો તમારે પરિવાર સાથે વર્ષો પછીના મિલનની કેવી અનુભતી થાય તે જોવુ અને મહેસુસ કરવુ હોય તો આ અહેવાલ ચોક્કસ તેની અનુભુતી કરાવશે કેમકે ભુજની માનવ જ્યોત અને રામદેવ સેવાશ્રમ સંસ્થાએ ન માત્ર પરિવારથી વીવિખુટા પડી ગયેલા માનસિક અસ્વસ્થ 21 લોકોને સાજા કર્યા પરંતુ તેના પરિવારને શોધી તેના પુન મિલન પણ કરાવ્યુ જો કે આ કાર્યમાં સહયોગ દરેકનો હતો અને તેથીજ આજે તેમની ભુજથી વિદાય વેળાએ સૌની આંખો હર્ષ સાથે ભીની હતી.
પશ્ચિમ કચ્છનુ અંતિમ સ્ટેશન એટલે ભુજ અને તેથીજ ટ્રેન મારફતે ભુજ સુધી રસ્તો ભટકી પહોંચી આવતા લોકોની સંખ્યા પણ મોટી છે. જો કે આવા રસ્તો ભટકી ભુજ પહોંચી આવતા લોકોની મદદ માટે મોટુ કામ કરે છે. ભુજની સંસ્થા. કે જે ન માત્ર આવા ભટકી ગયેલા વ્યક્તિ પરંતુ માનસિક સ્થિતી ખોઇ ભુજ સુધી ભટકીને આવી ગયેલા લોકોની સેવા અને તેના પરિવાર સાથે પુન મિલનનુ કામ કરે છે. અને આવાજ 21 દિવ્યાગોને આજે પરિવાર સાથે મિલન કરાવવા માટેની સફર ભુજથી શરૂ થઇ હતી. આ એવા વ્યક્તિઓ છે. જે માનસિક વિકલાંગ છે. અને આરોશી પપશ્ચિમ બંગાળ ઉતરપ્રદેશ અને ગુજરાત બહારથી પરિવારથી વીખુટા પડી ભુજ આવી ગયા હતા પરંતુ સંસ્થાએ તેની માનસિક સારવાર કરવવા સાથે અન્ય સંસ્થાઓની મદદથી તેના પરિવારને શોધ્યા અને આજે આ 21 લોકો તેના પરિવારને મળવા માટે ભુજથી રવાના થયા સંસ્થાએ આવા 100થી વધુ લોકોને અત્યાર સુધી સ્વસ્થ કરી ઘર સુધી પહોંચાડ્યા છે. અને તેનો આંનદ કઇક અનેરો જ છે. માનવ જ્યોત સંસ્થાએ ભુજમાં જે રીતે વૃધ્ધાશ્રમ,મહિલા આશ્રમ છે તેવી જ રીતે માનસિક દિવ્યાંગો માટે ભુજમાં સેવાશ્રમ શરૂ કર્યો છે. જેમાં ભટકીને આવી ગયેલા અથવા માનસિક સ્થિતીને લઇને પરિવારે તરછોડી દીધેલા વ્યક્તિઓની સારવાર થાય છે. અને અંતમાં સ્વસ્થ થયા બાદ પરિવાર સાથે તેનુ મિલન કરાવવાના પ્રયાસો પણ કરાય છે.
આવા 21 વ્યક્તિઓ કે જે છેલ્લા 1 વર્ષથી ભુજમાં અલગઅલગ જગ્યાએ ભટકીને આવ્યા હતા . તેને પરિવાર સુધી પહોંચાડવા માટે સંસ્થાએ કમર કસી . પરિવાર સાથે મળવાની ખુશી સ્વસ્થ થયા બાદ વ્યક્ત કરતા માનસિક વિકલાંગ બિહારી યુવાન કહે છે. મને પરિવાર સાથે મળવાની ખુશી છે. તો બીજી તરફ સંસ્થા સાથે મદદમાં જોડાયેલા સેવાભાવીઓ આ કાર્યને બીરદાવે છે. આજે ધારાસભ્ય નિમાબેન આચાર્ય સામાજીક આગેવાન મનિષ બારોટ કબીર મંદિરના મંહત કિશોરદાસજી,સંસ્થાના આગેવાનો પ્રબોધ મુનવર,સુરેશ માહેશ્વરી સહિતના આગેવાનોની ઉપસ્થિતીમાં એક કાર્યક્રમ પાલારા રામદેવ સેવાશ્રમ ખાતે યોજાયો હતો જેમાં આ 21 દિવ્યાંગોને હર્ષભેર સૌ એ વિદાય આપી હતી. તો માનસિક સ્વસ્થ થયા બાદ પરિવાર સાથે મિલનની ખુશી પણ વિખુટા પડેલા વ્યક્તિઓના ચહેરા પર દેખાતી હતી.
આ રીતે થયુ પરિવાર સાથે મિલન
છેલ્લા 1 વર્ષમાં ભુજની માનવ જ્યોત સંસ્થાને આવા અનેક યુવાનો મળ્યા જે પરિવારથી વિખુટા પડી માનસિક રીતે બિમારી સાથે ભુજ પહોંચી આવ્યા હતા સંસ્થાએ તેને ન માત્ર રહેવા માટે સેવાશ્રમમા આસરો આપ્યો પરંતુ તેની સારવાર પણ મેન્ટલ હોસ્પિટલની મદદથી શરૂ કરી થોડા સ્વસ્થ થયા બાદ તેના પરિવાર અને ગામ વિષે માહિતી મેળવી.અને ત્યાર બાદ શ્રઘ્ધા ફાઉન્ડેશનની મદદથી આવા યુવાનોના પરિવારની શોધ શરૂ કરી. અને ત્યાર બાદ તેની પરિક્ષા લઇ તેને ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કરાયું અત્યાર સુધી સંસ્થાએ આવા 100થી વધુ લોકોને ભુજથી તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ છે.