Home Crime ભુજ SOGએ દેશી તમંચા અને કારતુસ સાથે એક શખ્સને દબોચ્યો…

ભુજ SOGએ દેશી તમંચા અને કારતુસ સાથે એક શખ્સને દબોચ્યો…

1988
SHARE
હજુ બે દિવસ પહેલા જ જીલ્લા કલેકટરના જાહેરનામા નો ભંગ કરી સીક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા એક શખ્સની બંદુક સાથે ભુજ SOG એ ધરપકડ કરી હતી. ત્યારે આજે વધુ એક શખ્સની ગેરકાયદેસર દેશી તમંચા સાથે ધરપકડ કરી છે..ભુજ SOG ના મદનસિંહ જાડેજાને બાતમી મળી હતી કે ભુજના નાગોર રોડ પરથી એક શંકાસ્પદ શખ્સ ગેરકાયદે હથીયાર સાથે જઈ રહ્યો છે SOG ની ટીમ વો્ચમા હતી તે દરમ્યાન યુ.પી પાર્સીગની બાઇક સાથે આ શંકાસ્પદ શખ્સ નિકળ્યો હતો પોલિસે તેની ઝડતી લીધી હતી અને તેની પાસેથી દેશી તમંચો અને કારતુસ મળી આવતા SOG એ કબ્જે કરી વધુ પુછપરછ શરુ કરી છે. ગેરકાયદેસર હથીયાર સાથે ઝડપાયેલ શખ્સનુ નામ અલી મોહસીન મોમીન અહેમદ ધોબી છે જે મુળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે અને હાલ ભુજના ગીતા કોટેજીસમા રહે છે. SOGએ તેની પાસેથી બાઇક સહિત ગેરકાયદેસર બંદુક અને કારતુસ કબ્જે કર્યા છે અને વધુ તપાસ માટે ભુજ બી-ડીવીઝન પોલીસને સુપ્રત કર્યો છે પોલિસ અલી મોહસીન આ હથીયાર ક્યાથી લાવ્યો અને કયા ઉદ્દેશ સાથે તે હથિયાર સાથે રાખતો હતો તે સહિતની વિગતો મેળવશે.. SOG PI વી.કે.ખાંટની દોરવણી હેઠળ આ કાર્યવાહી કરાઇ હતી.