Home Crime ભચાઉમાં જૈન સાધ્વીજી પર તિક્ષ્ણ હથિયાર વડે ત્રણ લોકોએ હુમલો કરતા ચકચાર...

ભચાઉમાં જૈન સાધ્વીજી પર તિક્ષ્ણ હથિયાર વડે ત્રણ લોકોએ હુમલો કરતા ચકચાર કાલે ભચાઉ બંધ

31023
SHARE
ભચાઉમા સ્થાનકવાસી 6 કોટી જૈન સંઘના મહાસતી પર હુમલો થતા ચકચાર સર્જાઇ છે હુમલાની ઘટના આજે સાંજે પાંચ વાગ્યા આસપાસ બની હતી સાધ્વીજી ચાતુર્માસ નિમીતે ભચાઉ ખાતે બીરાજમાન છે સાધ્વી મહારાજ નમસ્મૃતિ કુમારી આચાર્યશ્રી ગૌચરી વોરવા જૈન ઉપ્રાશ્રય જઇ રહ્યા હતા ત્યારેજ ભચાઉના માંડવીવાસમાં મહાવીર નગર તરીક ઓળખાતા મકાનોના સમુહ પાસે બાઇક પર ત્રણ શખ્સો આવ્યા હતા. અને મહાસતીના ગળા પર ધારદાર હથીયાર દ્વારા હુમલો કરી ઇજા પહોંચાડી હતી. મહાસતીના ગળામા ત્રણ ઘા મારાવામાં આવ્યા હતા અને તેમને ભચાઉની ખાનગી હોસ્પિટલમા સારવાર માટે ખસેડાવામા આવ્યા હતા શંકા એવી છે કે ચિલઝડપ અથવા લુંટના ઇરાદે તેમના પર આ હુમલો કરાયો હોઇ શકે જો કે જૈન સમાજના આગેવાન છગનભાઇ પરબત ગાલાએ ફરીયાદ કરતા જણાવ્યુ હતુ કે મહાસતીજી સંસારથી દુર હોય છે અને તેમના પર આ રીતે ખુલ્લો હુમલો દુખદ છે. અને સમાજમા તેને લઇને રોષ છે આ અંગે ભચાઉ પોલિસને જાણ કરાઇ છે અને ભચાઉ પોલિસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ છે જો કે જૈન સમાજમાં આ ઘટનાને લઇને રોષ છે અને સમાજના તમામ આગેવાનો હોસ્પિટલ દોડી ગયા હતા અને ઘટનાને વખોડી હતી.

મુંબઇ સુધી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત કાલે ભચાઉ બંધ

જૈન સાધ્વીજી પર હિંચકારા હુમલાની ઘટનાએ સમગ્ર કચ્છ અને મુંબઇ સુધી રોષ ફેલાવ્યો છે અને સમાજના આગેવાનોએ જણાવ્યુ હતુ કે કાલે ભચાઉ બંધનુ એલાન અપાયુ છે અને દરેક સમાજે કાયદો વ્યવસ્થાની સ્થિતી અને મહાસતી પર થયેલા હુમલાની ઘટનાને વખોડી બંધને સમર્થન આપ્યુ છે અને કાલે ભચાઉ બંધ રાખી આ ઘટનાનો વિરોધ કરાશે તો મુંબઇ અને કચ્છમાં વસતા અન્ય જૈન સમાજના લોકો પણ વિરોધમાં જોડાશે અને આ ઘટનાને વખોડશે.