Home Crime લંડનના સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિઓની ચોરી – હરિભક્તોને મંદિરે શું કરી અપીલ?

લંડનના સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિઓની ચોરી – હરિભક્તોને મંદિરે શું કરી અપીલ?

2268
SHARE
લંડનના સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિઓની ચોરી થયાની ઘટનાએ દેશ વિદેશના હરિભકતોમાં ચકચાર સાથે ચર્ચા જગાવી છે. આપણા વિક્રમ સવંત ૨૦૭૫ ના નવા વર્ષે જ પડવાના દિવસે ચોરીની આ ઘટના બની છે. જે અંગે સ્થાનિક લંડનના મીડીયામાં આ ઘટનાની નોંધ આવી છે. તેમ જ મંદિર દ્વારા પણ આ ઘટના અંગે એક લેખિત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. તા/૯/૧૧/૧૮ ના રાત્રે ચોરીનો આ બનાવ લંડનના પ્રસિદ્ધ એવા વિલ્સડન સ્વામિનારાયણ મંદિરમાં બન્યો હતો. જેમાં મંદિરના તાળા તોડીને તસ્કરો ભગવાન શ્રી હરિ કૃષ્ણ ની ત્રણ મૂર્તિઓ ચોરી ગયા હોવાનું પોલીસ ફરિયાદમાં લખાવાયું છે. વિલ્સડન સ્વામિનારાયણ મંદિર ભુજના જુના સ્વામિનારાયણ મંદિર ના તાબા હેઠળ નું છે. ૧૯૭૫ માં બનેલા વિલ્સડન સ્વામિનારાયણ મંદિરની ત્રણેય મૂર્તિઓના ફોટોગ્રાફ મંદિર દ્વારા જારી કરાયા છે. ૩૩ વર્ષ જુનું એવું વિલ્સડન સ્વામિનારાયણ મંદિર માત્ર ભારતીયો નું જ નહીં પણ વિદેશી લોકોમાં પણ પ્રખ્યાત છે. મૂર્તિ ચોરીના આ બનાવ અંગે શ્રી લંડન સ્વામીરાયણ મંદિર દ્વારા પ્રેસિડેન્ટ કુરજીભાઈ કેરાઈની સહી થી એક જાહેર અપીલ બહાર પાડવામાં આવી છે. આ જાહેર અપીલ દ્વારા હરિભકતોને મૂર્તિ ચોરીના આ બનાવ અંગે સોશ્યલ મીડિયામાં કોઈ પણ અફવાઓ થઈ દોરવાઈ ન જવા જણાવાયું છે. મૂર્તિ ચોરીની ઘટના બાદ સંયમ જાળવીને આ અંગે લંડન પોલીસ દ્વારા થતી તપાસમાં વિશ્વાસ રાખવા પણ અપીલ કરાઈ છે. સાથે સાથે કોઈને પણ મૂર્તિ ચોરી અંગે કોઈ જાણકારી મળે તો લંડન પોલીસને જાણ કરવા જણાવાયું છે. પત્ર માં પોલીસના ફોન નંબર આપીને પોલીસ તપાસ માં સહકાર આપવા પણ અપીલ કરાઈ છે.