કચ્છમાં તહેવારો સમયે ભલે કોઇ મોટા અકસ્માતને ઘટના સામે આવી ન હોય પરંતુ લાભપાંચના શુભ દિવસે પુર્વ કચ્છમાં બે માર્ગ અકસ્માતોમાં ત્રણ જીંદગી હોમાઇ ગઇ છે આજે સવારે અકસ્માત માટે પંકાયેલા ભચાઉ કસ્ટમ સર્કલ પાસે એક અકસ્માત સર્જાયો હતો જેમાં એક મહિલાનુ ઘટના સ્થળેજ મોત થયુ હતુ જ્યારે એક મહિલાએ સારવાર હેઠળ દમ તોડ્યો હતો મુળ પશુડા ગામની મહિલાઓ ભચાઉથી જીપમાં બેસી સામખીયાળી જઇ રહી હતી ત્યારેજ પુરપાટ આવી રહેલા ટેમ્પાએ તેને ટક્કર મારી હતી. જેમાં પાછળ બેઠેલી એક મહિલા રસ્તા પર ફંગોળાઈ હતી અને ટેમ્પો તેમના પર ફરી વળતા ઘટના સ્થળેજ મોત થયુ હતુ જ્યારે અન્ય એક મહિલાને સારવાર હેઠળ ખસેડાઇ તે દરમ્યાન મોત થયુ હતુ મૃતક ગીતાબેન રાણાભાઇ આહિર ઉં.40 તથા હિમા રૂપા આહિરના મોત થયા હતા જ્યારે જીપમાં સવાર અન્ય ચાર મહિલાને પણ ઇજા પહોંચી હતી જે પૈકી એક મહિલાને વધુ સારવાર માટે ગાંધીધામ ખસેડવા તજવીજ હાથ ધરાઇ હતી ભચાઉ પોલિસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે તો બીજી તરફ સામખીયાળી મોરબી હાઇવે પર ટ્રેલરે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમા ભચાઉના ઘરાણા ગામના પુર્વ ઉપ સરપંચ રણછોડભાઇ ડાયાભાઇ આહિરનુ મોત થયુ હતુ રણછોડભાઇ તેમની મોટરસાઇકલ લઇને જઇ રહ્યા હતા ત્યારે જ ટ્રેલરે તેમની બાઇકને ટક્કર મારતા તેમનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ બનાવ અંગે સામખીયાળી પોલિસે વધુ તપાસ હાથ ધરી છે જો કે અલગ અલગ બે અકસ્માતોમાં 3 આહિર સમાજના લોકોના મોતથી સમાજમાં પણ રોષ અને શોકની લાગણી ફેલાઇ છે તો બીજી તરફ ભચાઉ કસ્ટમ સર્કલ પાસે અવારનવાર થતા અકસ્માતોના પગલે ગ્રામજનોમાં પણ રોષ છે.