Home Crime નખત્રાણાના કોટડા રોહા ગામે મહિલાનું બે બાળકો સાથે અગ્નીસ્નાન બે માસુમોના મોત

નખત્રાણાના કોટડા રોહા ગામે મહિલાનું બે બાળકો સાથે અગ્નીસ્નાન બે માસુમોના મોત

9552
SHARE
નખત્રાણાના કોટડા રોહા ગામે ગઇકાલે રાત્રે એક મહિલાએ બે બાળકો સાથે કેરોસીન છાંટી અગ્ની સ્નાન કર્યુ હતુ જેમા બે માસુમ બાળકોના મોત નિપજ્યા છે એક બાળકનું તો સ્થળ પરજ મોત નીપજ્યું હતુ જ્યારે અન્ય બાળક અને મહિલાને સારવાર માટે પ્રાથમીક નખત્રાણા અને ત્યાર બાદ ભુજ ખસેડાયા હતા જો કે બીજા બાળકનું નખત્રાણા સારવાર દરમ્યાન મોત થયુ હતુ તો મહિલા 90% જેટલી દાઝી ગઇ છે અને જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે પોલિસ તરફથી મળેલી પ્રાથમીક વિગત મુજબ મીનાબા કરણસિંહ સોઢાના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા પરંતુ ગઇકાલે અચાનક મીનાબેને બે બાળકોને ખોળામા બેસાડી કેરોસીન છાંટી અગ્ની સ્નાન કરી લીધુ હતુ જેમા ધૈર્ય કરણસિંહ અને લક્ષ કરણસિંહના મોત નિપજ્યા હતા ઘટનાની તપાસ માટે નખત્રાણા વિભાગના DYSP ભુજ દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી જો કે મહિલાનું આવુ પગલુ ભરવાનું ચોક્કસ કારણ સામે આવ્યુ નથી પરંતુ ક્ષણીક આવેશમાં મહિલાએ આ પગલુ ભર્યું હોવાનુ પ્રાથમીક નિવેદનમા જણાવ્યુ છે જો કે મહિલાના પતિની ફરીયાદ પરથી મીનાબા સોઢા સામે નખત્રાણા પોલિસે ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે જો કે ક્ષણીક આવેશમા બે માસુમ જીંદગીને મોત મળ્યુ છે તો આ ઘટનાથી નખત્રાણા પંથકમાં ચકચાર ફેલાઇ છે.