Home Social કચ્છની દીકરી રેણુ સોગને મેળવી IASની પરીક્ષામાં ફતેહ – પહેલી કચ્છી યુવતી...

કચ્છની દીકરી રેણુ સોગને મેળવી IASની પરીક્ષામાં ફતેહ – પહેલી કચ્છી યુવતી બનશે કલેકટર

4855
SHARE
કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થીનું સ્વપ્ન UPSC જેવી દેશની ટોચની સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળતા મેળવીને પોતાનું કેરિયર ટોપ બનાવવાનું હોય છે જોકે, UPSC અથવા તો સામાન્ય રીતે લોકોમાં થતી ચર્ચા પ્રમાણે વાત કરીએ તો IASની પરીક્ષા સફળતા મેળવવો એક પડકાર છે પણ, કચ્છની એક દીકરીએ એ પડકાર ઝીલ્યો એટલું જ નહીં તેમાં ઝળહળતી ફતેહ પણ મેળવી હવે, એ દીકરી પોતે બાળપણમાં ક્લેકટર બનવાનું જોયેલુ સપનું સાકાર કરશે. તો, કલેકટર બનનાર તે કચ્છની પ્રથમ દીકરી પણ હશે.

જાણો IAS બનનાર રેણુ સ્કૂલથી કોલેજ સુધી કચ્છમાં જ ભણી છે

જો, લક્ષ્ય નક્કી કરી અને તે લક્ષ્ય મેળવવા માટે મહેનત કરવાની તૈયારી હોય તો સફળતા અવશ્ય મળે જ છે UPSCની પરીક્ષામાં 427 મો રેન્ક મેળવીને સફળતા મેળવનાર રેણુ સોગન ગાંધીધામની રહેવાસી છે રેણુએ પોતાનું પ્રાયમરી અને માધ્યમિક શિક્ષણ ગાંધીધામની રેલવે કેન્દ્રીય વિદ્યાલય અને ઇફકો કેન્દ્રીય વિદ્યાલય માંથી લીધું છે તો, રેણુ સોગને કોલેજનું શિક્ષણ પણ આદિપુરની તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાંથી મેળવ્યુ છે રેણુએ પોતાનું ગ્રેજ્યુએશન બીએસસી ફિઝિકસમાં પૂર્ણ કર્યું જ્યારે UPSCમાં રેણુનો ઓપશનલ સબ્જેકટ સોસિયોલોજી હતો ગાંધીધામમાં કોલેજનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ પોતાનું IAS બનવાનું સ્વપ્નું સાકાર કરવા રેણુએ દિલ્હીની વાટ પકડી અને ત્યાં UPSCની તૈયારી કરી તેણે ત્રીજા પ્રયત્ને UPSC ક્લિયર કર્યું રેણુની સફળતાથી ખુશ તેના પિતા જી. એસ. મીના કહે છેકે, 427 માં રેન્કને કારણે તેનું IASમાં સિલેક્શન થઈ જશે.

મોદી સાહેબનું સ્વપ્ન બેટી પઢાઓ સાકાર થયું તેનો રેણુના પિતાને છે આનંદ

દીકરીની સફળતાનો આનંદ તેના પિતાને તો સૌથી વિશેષ જ હોય રેણુ સોગનના પિતા જી. એસ. મીના કેન્દ્ર સરકારના કસ્ટમ એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટમાં સર્વિસ કરે છે અને છેલ્લા ૨૦ વર્ષથી ગાંધીધામમાં રહે છે અત્યારે જીએસટી ડિપાર્ટમેન્ટમાં સિનિયર ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા જી. એસ. મીના કહે છે, હું મૂળ રાજસ્થાનનો છું પણ છેલ્લા ૨૦ વર્ષ થયાં હવે મારું વતન કચ્છ જ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે છે, કે બેટી બચાઓ, બેટી પઢાઓ એ વાત મારા પરિવારે સાર્થક કરી તેનો મને આનંદ છે. દીકરીને ભણાવવી જ જોઈએ પોતાની દીકરી રેણુ કલેકટર બન્યા બાદ આમ જનતાનું કામ કરશે, માનવ સેવા દ્વારા જરૂરતમંદ વ્યક્તિઓને મદદરૂપ બનશે એવી લાગણી જી. એસ. મીનાએ ન્યૂઝ4કચ્છ સમક્ષ વ્યક્ત કરી હતી. UPSCની પરીક્ષા પાસ કરીને કચ્છની યુવતીઓ જ નહીં પણ યુવાનો માટે પણ પ્રેરણારૂપ બનનાર રેણુ સોગનને શુભેચ્છાઓ.