મૂળ કચ્છ દહીંસરાના અને હાલે UKમાં રહેતા જશુ વેકરીયાએ MBA મેમ્બર ઓફ બ્રિટિશ એમ્પાયર એટલેકે બ્રિટીશ સામ્રાજ્યના સભ્ય તરીકે સન્માન મેળવીને કચ્છને ગૌરવ અપાવ્યા બાદ ફરી કચ્છનું નામ રોશન કર્યું છે મોસ્ટ એક્સેલન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (MBE) એવોર્ડ મેળવીને,
આ એવોર્ડ શાળા, બાળકોની સેવા તથા અભ્યાસ જેમ કે, શિક્ષક, ગવર્નર, ટીચર્સ, સોશિયલ વર્કર્સ, દત્તક બાળકોની સંભાળ રાખનાર, સ્કૂલ ગવર્નર અને એડોપ્શન મુદ્દે સંકળાયેલા લોકોને આપવામાં આવે છે. UKમાં ધ ન્યૂ યર્સ હોનર્સ લિસ્ટ 2019 એવોર્ડ સેરેમનીના આ આયોજનમાં આ વર્ષના લિસ્ટમાં મૂળ કચ્છી ગુજરાતી અને યુક્સેડન મેનોર પ્રાઇમરી સ્કૂલ કેન્ટન (લંડન)ના જશુ વેકરિયાનું નામ પણ સામેલ હતું બંકિગહામ પેલેસમાં બ્રિટિશ ક્વીનના હસ્તે જશુ વેકરિયાને મોસ્ટ એક્સેલન્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (MBE) એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
એવોર્ડ બાદ પોતાનો પ્રતિભાવ આપતા જશુ વેકરિયાએ જણાવ્યું કે, મને બાળપણથી જ શિક્ષક બનવાની ઇચ્છા હતી, મારાં શાળાના દિવસો દરમિયાન માત્ર આઠ વર્ષની ઉંમરેથી જ હું શિક્ષક બની હતી. અને મેં આ એવોર્ડની જાહેરાતનો પત્ર ખોલ્યો અને મારું નામ આ એવોર્ડ લિસ્ટમાં છે તે વાંચતા જ મારાં હાથ ધ્રુજવા લાગ્યા હતા. વિશ્વમાં જેટલાં પણ શિક્ષકો છે તેઓને હું જણાવવા માંગુ છું કે, હું તમારી જોબને અહીં રિપ્રેઝન્ટ કરી રહી છું. જ્યારે તમે સખત મહેતન કરો છો ત્યારે તમારી અલગ ઓળખ આપમેળે જ બની જાય છે.
UK સ્થિત સૂર્યકાન્ત જાદવાએ જશુ વેકરીયાની કાર્યશૈલી અને એમની મહેનત વિષે વાત કરતા news4kutch ને જણાવ્યું હતું કે જશુ વેકરિયાએ તેમના કેરિયરની શરૂઆત 18 વર્ષ અગાઉ 2002માં લંડન બોરો ઓફ હેરો સ્કૂલમાં ભણાવવાથી કરી હતી. ત્યારબાદ તેઓ લંડન બોરો ઓફ બ્રેન્ટ ગયા જ્યાં તેઓને કેરિયર દરમિયાન અનેક અચિવમેન્ટ્સ અને એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ મેળવ્યા બાદ તેમણે પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મારા દરેક અચિવમેન્ટ મને મારી મંજિલ તરફ લઇ જઈ રહ્યા છે આ MBE એવોર્ડ બાદ હવે મારે પાછું વળીને જોવાનું નથી, મારાં જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી એનો મેં હિંમતભેર સામનો કર્યો છે. હું આશા રાખું છું કે, મારી આ સફર અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી બનશે.
જશુ વેકરીયાના અન્ય સમાચાર માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો
બ્રિટીશ સામ્રાજ્યના સભ્ય તરીકે સન્માન મેળવતા કચ્છી મહિલા જશુ વેકરીયા