Home Current બ્રિટીશ સામ્રાજ્યના સભ્ય તરીકે સન્માન મેળવતા કચ્છી મહિલા જશુ વેકરીયા

બ્રિટીશ સામ્રાજ્યના સભ્ય તરીકે સન્માન મેળવતા કચ્છી મહિલા જશુ વેકરીયા

1816
SHARE
મૂળ કચ્છ દહીંસરાના અને અત્યારે UKમાં રહેતા જશુ વેકરીયાએ MBA મેમ્બર ઓફ બ્રિટિશ એમ્પાયર એટલેકે બ્રિટીશ સામ્રાજ્યના સભ્ય તરીકે સન્માન મેળવીને કચ્છ સહિત લેવા પટેલ સમાજને ગૌરવ અપાવ્યું છે. વ્યવસાયે શિક્ષિકા એવા જશુ વેકરીયા લંડનની ઉક્સન્ડન મેનોર સ્કૂલમાં મદદનીશ આચાર્યા તરીકે ફરજ બજાવે છે સાથે સાથે જશુ વેકેરિયા દર શનિવારે સવારે કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરના સ્વામીબાપા ગુજરાતી સ્કૂલની આગેવાની લઈ અને બાળકોમાં અભ્યાસની સાથે સંસ્કારોનું સિંચન કરે છે પોતાના અનુભવ વ્યક્ત કરતા તે કહે છે કે હું બાળકોને જોઉં છું અને શીખવવાનું શરૂ કરું છું, જેનાથી થાક માત્ર અદૃશ્ય થઈ જાય છે અને તે જ જિંદગીનો ખરો આનંદ છે! આવી રીતે “જશુ વેકરિયાને ઉત્સાહ થયો. “આ રીતે વિદ્યાર્થી સમુદાયને સેવા આપવા સક્ષમ બનવાની નોંધ યુનાઇટેડ કિંગડમની અસાધારણ લોકોની સિદ્ધિઓ અને સેવાને માન્ય કરતી સૂચિમાં લેવાઈ અને નવાવર્ષે MBA બ્રિટીશ સામ્રાજ્યના સભ્ય તરીકે તેમને સન્માન મળ્યું આ અવસરે જશુએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે મારા માટે , “આ એક સુંદર આશ્ચર્યજનક સન્માન છે ” મારે હજુ પણ આવી સેવા પ્રવૃત્તિમાં ડૂબવું છે 2016માં પીઅર્સન ટીચિંગ એવોર્ડ મેળવનાર જશુ વેકરીયા દસ ઉત્કૃષ્ટ શિક્ષકોમાં પણ અવ્વ્લ રહીને ગોલ્ડ પ્લેટો એવોર્ડ મેળવી ચુક્યા છે  વિદેશમાં રહીને શિક્ષણની જ્યોતને ખરા અર્થમાં પ્રજ્વલિત કરનાર આ કચ્છી મહિલાનો અભિગમ અન્યોને પ્રેરણા આપશે કચ્છી પ્રજા અને લેવા પટેલ સમાજ વતી જશુ વેકરિયાને અભિનંદન