અબડાસામા ભાજપનાજ બે જુથો વચ્ચે લાંબા સમયથી કોલ્ડવોર ચાલી રહ્યો છે જો કે વર્ષ 2018માં આ કોલ્ડવોર ખુલ્લીને સામે આવ્યો હતો અને ઢીચક્યાવુ ઢીચક્યાવુ થી શરૂ થયેલી લડાઇએ પ્રદેશ ભાજપને પણ રાષ્ટ્રીય સુરખીયોમાં ચમકાવી જો કે આ વિવાદ હજુ માંડ શાંત થયો છે ત્યા ફરી એક વિવાદ સામે આવ્યો છે ચોક્કસ આ કાર્ય કોણે કર્યુ તે સ્પષ્ટ થયુ નથી પરંતુ ક્યાકને ક્યાક બે જુથ્થો વચ્ચેની લડાઇનુ જ આ પરિણામ હોવાનો આધારભુત સુત્રોએ દાવો કર્યો છે જો કે અબડાસા ગૌ બચાવ સમિતીના કાર્યક્રમના બેનરમાં લાગેલા જેન્તીભાઇના ફોટો પર સાહી કોણે ફેંકી તે સામે આવ્યુ નથી પરંતુ જેન્તીભાઇ જુથ્થના ઘણા વ્યક્તિઓએ આ ઘટનાને વખોડી હતી.
સુરતની યુવતી સાથેના કથીત સેક્સકાંડ બાદ કોણે જેન્તીભાઇનુ મોઢુ કાળુ કર્યુ ?
આમતો વિવાદ પછી કચ્છ ભાજપના નેતાઓ સહિત અનેક લોકોએ જેન્તીભાઇ સાથે ચોક્કસ અંતર બનાવ્યુ છે જો કે જેન્તીભાઇ અંજારમાં વડાપ્રધાન સહિતના કેટલાક કાર્યક્રમોમાં દેખાઇ હાજરી પુરાવી હતી જો કે હવે અબડાસામા ગૌ બચાવ સમિતી દ્વારા રખડતા પશુઓ માટેની સેવાના એક કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ અને તેના પ્રચારના બેનરો ઠેરઠેર લગાવાયા હતા જે પૈકી અબડાસા વિસ્તારમાં લાગેલા એક બનેરમાં જેન્તીભાઇ ડુમરા,મનજી બાપા સહિત જેન્તીભાઇ ભાનુશાળીના ફોટો પણ લગાવાયા હતા. પરંતુ ચોક્કસ કોઇ વિધ્નસંતોષી વ્યક્તિએ જેન્તીભાઇ ભાનુશાળીને ટાર્ગેટ કરી તેમના મોઢા પર કાળી સાહી લગાવી હતી જો કે આ કૃત્ય કોણે કર્યુ તે હજુ સામે આવ્યુ નથી પરંતુ ઘટનાએ અબડાસામા ફરી રાજકીય હલચલ સર્જી છે.
જેન્તીભાઇનુ કથીત સેક્સકાંડમા નામ સામે આવ્યા બાદ અને તેમના વિરૂધ બળાત્કારની ફરીયાદ નોંધાયા બાદ તેમનો ખુલ્લો વિરોધ કરનારા તો અનેક લોકો હતા પરંતુ હવે પડદા પાછળ હજુ તેમના વિરોધીઓ તેમને બદનામ કરી ચર્ચામા રાખવાનો એક મોકો પણ છોડતા નથી જો કે આ ઘટના અંગે હજુ કોઇ પ્રતિક્રિયાઓ સામે આવી નથી. પરંતુ આગામી દિવસોમાં તેના પડઘ ચોક્કસ પડશે તે નક્કી છે.