ધૈર્ય છાયા દ્વારા : સૌને HaPPy NeW YeaR !!.. ૨૦૧૯ના વર્ષનો પહેલો ‘મેળાવો’.
ફેસબુક અને www.news4kutch.in ના માધ્યમથી દર રવિવારે પ્રકાશિત થતી ‘ઈ’ – કૉલમ ‘મેળાવો’ ના ૯ માં એપિસોડમાં સ્વાગત. મળીએ ‘તારક મેહતા કા ઉલટાહ ચશ્માં’ ફેમ ‘બાવરી’ એટલે કે મોનીકા ભાદોરીયાને.
‘ સોરી..સોરી.. ગલતી સે મિસટેઈક હો ગઈ ‘
ન્યુઝફોર કચ્છના માધ્યમથી ‘મેળાવો’નો ૯મો એપિસોડ છે પણ ફેસબુકના માધ્યમથી ૪૪મો. ‘મેળાવો’ના નિયમિત વાચકોને ખ્યાલ જ હશે કે ‘મેળાવો’ ૪૪ ઓસમાણ મીરના ફાળે રાખ્યો હતો કેમ કે એમની જન્મ તારીખ ૨૨ અને મારી પણ ૨૨ ને ૨૨ થાય ૪૪ એ દ્રષ્ટિએ નક્કી કરેલું પણ પ્રાપ્યતા ના થઇ શકી, ક્યારેક એમની તો ક્યારેક મારી પણ હવે બધા ૨૨ ના સરવાળા કરીએ તો ૮ આવે એટલે ૮૮ મો ‘મેળાવો’ એમના ફાળે લઇ જવાનો વિચાર છે.
‘બાવરી’ કરીએ ‘મેળાવો’. ‘બાવરી’ જયારે ગાંધીધામ આવી ત્યારે એમને મળવાનો મોકો ઝડપી લીધો તક આપી ‘મ્યુઝિકલ હાઉઝી અને અંતાક્ષરી શો’ના એન્કર એવા લય અંતાણીએ ખાસ મને લેવા આવ્યા ઘરે તેડી ગયા અને ‘બાવરી’ સાથે ‘મેળાવો’ કરાવડાવ્યો. લય અંતાણી અચ્છા મ્યુઝિક ટીચર છે અને ‘મ્યુઝિકલ હાઉઝી’ના એક નવા કન્સેપટ સાથે છવાઈ ગયા છે મોનીકા ભાદુરીયા એટલે કે ‘બાવરી’ ગ્વાલિયર, મધ્ય પ્રદેશની રહેવાસી છે તેમણે સ્કૂલ – કોલેજકાળમાં ઘણા ફેશન શો માં ભાગ લીધો છે ઉચ્ચ શિક્ષણ એમણે દહેરાદુનથી લીધું હજુ ૬ વર્ષ જ થયા છે મુંબઈમાં આટલા ટૂંકા સમયમાં ખુબ નામના મેળવી ચુકી છે ‘બાવરી’ એમના પિતાશ્રી શ્રી શૈલેન્દ્રસિંહજી અને માતાજી શ્રીમતી સુષ્માજી બંન્ને કળા ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવા છતાં મોનિકામાં કળા ક્ષેત્રે આગળ વધવાની ધગશ જાગી. ૨૦૧૩માં ‘બાવરી’ ને ‘તારક મેહતા કા ઉલટાહ ચશ્માં’ની ઓફર આવી.. ઘણા બધા ઓડિશનમાં આવ્યા હતા પણ એમાંથી મોનીકાની પસંદગી કરાઈ. ‘ગલતી સે મિસ્ટેક’ કરવા વાળી ‘બાવરી’ ઘરો ઘરમાં છવાઈ ગઈ વધુ ફિલ્મો કે સિરિયલોમાં કામ કરવાનો એમને હાલ કઈ પણ કરવાનો વિચાર નથી. મોનીકા એક્સરસાઇઝ કરે છે..ફિટ રહે છે. નાનપણમાં ‘ગોટી’ઓ રમવાનો બહુ શોખ રહ્યો.. ૬ વર્ષ પહેલા જયારે મુંબઈ આવી ત્યારે સ્ટાર પ્લસની સિરિયલમાં કામ મળ્યું… ‘ઇસ પ્યાર કો ક્યાં નામ દું?’ . એ પછી એમને તરત જ ‘તારક મેહતા કા ઉલટાહ ચશ્માં’માં રોલ મળ્યો.
‘બાવરી’ (મોનીકા)ને સબ ટીવી દ્વારા એવોર્ડથી સન્માનિત કરાઈ છે.. ‘બાઘા – બાવરી ‘ની ‘સબસે અનોખી જોડી’ એવોર્ડ તો એ જ જોડીને ‘સબ સે અનોખે લવ બર્ડ્સ’ પણ એમના ફાળે જાય છે. ‘તારક મેહતા કા ઉલટાહ ચશ્માં’એ ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સ્વચ્છ ભારત અભિયાન’ માટે નવરત્નમનુ એક છે. ‘બાવરી’ને પણ આ અભિયાનમાં જોડાવાનો મોકો મળ્યો અને દેશના ઘણા ભાગોમાં સ્વચ્છતાનો સંદેશો પહોંચાડવામાં ભાગ ભજવ્યો. ‘બાવરી’ (મોનીકા) ને ‘તારક મેહતા કા ઉલટાહ ચશ્માં’માં દયાભાભીનું પાત્ર વધુ સ્પર્શી જાય છે.. વાસ્તવિક, નિખાલસ પાત્ર દયાભાભીનું છે એવું મોનિકાનું કહેવું છે. કચ્છમાં પણ લોકપ્રિય સિરિયલનું સફેદ રણમાં શૂટિંગ થઇ ગયું છે પણ ત્યારે એમની એન્ટ્રી થઇ ના હતી. ‘બાવરી’ ‘ બાધેશ્વેરજી’ માટે પાગલ છે.. શું ‘બાઘા – બાવરી’નો સહજ પ્રેમ લગ્નમાં પરિણમશે ? એ માટે જોતા રહો… ‘તારક મેહતા કા ઉલટાહ ચશ્માં’.