લાંબા સમય બાદ કચ્છ પર ફરી આફત આવી છે આમતો કચ્છે અનેક દુષ્કાળ વર્ષ જોયા છે પરંતુ સરકાર, સ્વૈચ્છીક સંસ્થા, અને દાત્તાઓની વિશેષ મદદથી હમેંશા કચ્છે આફતને અવસરમાં ફેરવ્યુ છે ત્યારે વધુ એક દુષ્કાળ વર્ષમા સરકાર સાથે ગૌ ભક્તોએ અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે જેનો પ્રારંભ આજથી અબડાસાથી થયો હતો થોડા સમય પહેલા જ અબડાસામા રાતાતળાવ પાંજરાપોળ અને ગૌ ભક્તોએ અબડાસાની રખડતી ગાયો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને એક કાર્યક્રમ થકી આવી રખડતી ગાયોના નિભાવ માટેની તૈયારી દર્શાવી હતી ત્યારે આજે અબડાસાના નલિયાથી પશુઓને વાજતે-ગાજતે રાતાતળાવ પાંજરાપોળ ખાતે લવાયા હતા અને આ રખડતી ગાયોની સંખ્યા થોડી નહી પરંતુ પુરી પાંચ હજાર છે.
અબડાસા અબોલ જીવ બચાવ સમિતી અને ઓધવરામ સત્સંગ મંડળનુ આયોજન
કચ્છના અબડાસા પર જ્યારે આફત આવી છે ત્યારે મુંબઇ વસતા કચ્છીઓ અને ઓધવરામ સત્સંગ મંડળ હમેંશા અબોલ પશુઓની ચિંતા કરતુ આવ્યુ છે અને માત્ર અબડાસા નહી પરંતુ સમગ્ર કચ્છની ચિંતા કરી છે ત્યારે આજે અબડાસાના 5000 રખડતા પશુઓને રાતાતળાવ ખાતે આજે આશ્રય અપાયો હતો જેમા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયા હતા આજે સવારે નલિયાથી આ પશુઓની ગૌ બચાવ યાત્રા રાતાતળાવ પહોચી હતી. અને ત્યા તેમને નિરણ નાંખી તેનુ પુજન કરી વાજતે ગાજતે સ્વાગત કરાયુ હતુ ગૌ બચાવ સમિતીનો ઉદ્દેશ છે કે આવી યાત્રા થકી કચ્છના અન્ય વિસ્તારોમાં પણ આવી પહેલ થાય.
કચ્છના અબોલ પશુઓ માટે રાતાતળાવ અને ઓધવરામ સત્સંગ મંડળ અને મનજીબાપા હમેંશાં ચિંતીત રહ્યા છે અને અબોલા જીવ પર આફત સમયે સરકાર સામે લડીને અને નહી તો સ્વખર્ચે દાત્તાઓની મદદથી ગૌ સેવા માટે તત્પર રહ્યા છે ત્યારે સરકારની સાથે આવી મદદ માટે કચ્છના અન્ય ગૌ સેવકો પણ આગળ આવે તો દુષ્કાળના કપરા દિવસો ઝડપથી પસાર થાય તેમ છે.